Connect Gujarat
અમદાવાદ 

ભરૂચ: રસ્તે રખડતી ગાયને પાંજરાપોળ મોકલ્યા બાદ તેની સારસંભાળ ન રખાતી હોવાના આક્ષેપ, માલધારી સમાજે નોંધાવ્યો વિરોધ

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરોને પાંજરે પુરવાની કવાયત કરવામાં આવી રહી છે

ભરૂચ: રસ્તે રખડતી ગાયને પાંજરાપોળ મોકલ્યા બાદ તેની સારસંભાળ ન રખાતી હોવાના આક્ષેપ, માલધારી સમાજે નોંધાવ્યો વિરોધ
X

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરોને પાંજરે પુરવાની કવાયત કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચમાં પણ રખડતી ગાયોને પકડી ભરૂચના પાંજરાપોળ ખાતે ખસેડતા કેટલી ગાયના મોત થયા છે.પાંજરાપોળમાં રહેલી ગાયોને લમ્પી વાયરસ હોવાના કારણે માલધારી સમાજની ગાયોમાં સંક્રમણ ફેલાઈ તેઓ ભય ઊભો થતા માલધારી સમાજએ ભારે હોબાળો મચાવી વળતરની માંગ ઉઠાવી છે.પાંજરાપોળ ખાતે માલધારી સમાજની ગાયોની દેખરેખ રખાતી ન હોવાના કારણે તેમજ માલધારી સમાજની કેટલી ગાયોના મોત થતા માલધારી સમાજને ભરૂચ નગરપાલિકા દ્વારા વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

Next Story