ભરૂચ: પુનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સાયકલયાત્રા, 73 વર્ષીય સાયકલીસ્ટોનું કરાયું સ્વાગત

પુનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સાયકલ યાત્રામાં નિકળેલા બે પ્રૌઢ સાઈકલીસ્ટ ભરૂચ જિલ્લામાં આવી પહોંચતાં ભરૂચ જિલ્લાના સાઈક્લિસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.

New Update

પુનાથી જયંત રીશબૂડ તથા 73 વર્ષીય મુકુંદ કાડુસ્કર રોજનું 80થી 100 કિલોમીટર જેટલું સાયક્લિંગ કરી આજની યુવા પેઢીને જરૂરિયાત કરતાવધારે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવા તથા વ્યસન મુક્ત થઈ આજની યુવા પેઢીમાં સાયક્લિંગ દ્વારા સ્વાસ્થ જાળવણીનો સંદેશ આપવા બંને સાયક્લિસ્ટો દ્વારા આ સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

બંને સાયક્લિસ્ટો તેમની 73 વર્ષની વયે પણ પુનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી 10 દિવાસ માં આશરે 800 કિલો મીટર જેટલું સાયક્લિંગ કરશે. આ યાત્રા દરમિયાન ભરૂચ જિલ્લામાં આવી પહોંચતાં ભરૂચ જિલ્લાના સાઈક્લિસ્ટદ્વારા બંને સાયક્લિસ્ટની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને તેમની આ સાયક્લિંગ યાત્રા દ્વારા આજની યુવા પેઢીમાં સાયક્લિંગને પ્રોત્સાહન આપવા તથા વ્યસન મુક્ત થઈ શારિરીક અને માનસિક વિકાસ માટે સમાજની યુવા પેઢીને સંદેશ પહોંચાડવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો 

Latest Stories