Connect Gujarat
અમદાવાદ 

ભરૂચ : પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય-અનુભૂતિધામ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાય...

ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય અનુભૂતિધામ ખાતે રક્ષાબંધન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી

ભરૂચ : પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય-અનુભૂતિધામ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાય...
X

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય અનુભૂતિધામ ખાતે રક્ષાબંધન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાઈ-બહેનો જોડાયા હતા.

બ્રહ્માકુમારીઝની બહેનોએ ભાઈઓને રક્ષાબંધનમાં ભાઈઓ પાસેથી વ્યસનમુક્તિ માટેની ભેટ લીધી હતી. ભાઈ-બહેનના પવિત્ર પર્વ એટલે રક્ષાબંધનની આજે ઝાડેશ્વર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરય વિશ્વવિદ્યાલય ખાતે બીકે પ્રભાદીદીના સાનિધ્યમાં પરંપરાગત રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભાઈબહેનો ઉજવણીમાં જોડાયા હતા. આ પ્રસંગે પ્રભાદિદિએ જણાવ્યું હતું કે, તન-મનની સુરક્ષા માટેનું બંધન એટલે રક્ષાબંધન જેમાં કોઈ નિયમ કે, કાયદો લાગુ પડતો નથી. તિલક એટલા માટે કરવામાં આવે છે. પોતાનામાં રહેલી બુરાઈઓ પર વિજય મેળવવા રક્ષાબંધન પર મીઠાઈથી મોઢું મીઠું કરાવવા પાછળ મીઠું બોલવાનો આશય રહેલો છે. બ્રહ્માકુમારીઝની બહેનોએ ભાઈઓને રક્ષાબંધન બાંધી લીધી હતી. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બહેનો દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભાદીદી તથા બ્રહ્માકુમારી સેન્ટરના સમર્પિત બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story