Connect Gujarat
અમદાવાદ 

ભરૂચ : રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા "નેત્ર રક્ષા" કેમ્પનો પ્રારંભ, શાળાના બાળકોની આંખોની ચકાસણી કરાય...

કસક રોડ સ્થિત મિશ્ર શાળા ખાતે આજરોજ રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા આજરોજ આંખોની ચકાસણી માટેના કેમ્પ "નેત્ર રક્ષા"નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ભરૂચ : રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા નેત્ર રક્ષા કેમ્પનો પ્રારંભ, શાળાના બાળકોની આંખોની ચકાસણી કરાય...
X

ભરૂચ શહેરના કસક રોડ સ્થિત મિશ્ર શાળા ખાતે આજરોજ રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા આજરોજ આંખોની ચકાસણી માટેના કેમ્પ "નેત્ર રક્ષા"નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા આયોજિત આંખોની ચકાસણી માટે "નેત્ર રક્ષા" કેમ્પમાં સમગ્ર ભરૂચ જિલ્લાની 27 જેટલી અલગ-અલગ સરકારી શાળાઓના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં લગભગ 3 હજાર જેટલા બાળકોની આંખોની ચકાસણી કરી તેમની સારવાર અથવા જરૂર પડે તો ચશ્માની સહાય પણ આપવામાં આવી હતી. સમગ્ર કેમ્પની શરૂઆત કસક રોડ મિશ્ર શાળાથી કરવામાં આવી હતી. જેમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ ડૉ. વિહંગ સુખડીયા અને સેક્રેટરી ઉક્ષિત પરીખ, પ્રોજેક્ટ ચૅરમેન ડૉ. અમિત શેઠી, કો-ચેરમેન રોનક શાહ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story