/connect-gujarat/media/post_banners/323c1c6f2441e125623531cadb55afe2789f1fbfa7f698fda93f3087844033c1.jpg)
ભરૂચની તવરા ટી.પી. સ્કીમ સામે ખેડૂતોનો વિરોધ
ગુજરાત કોંગ્રેસનું પણ ખેડૂતોને અપાયું છે સમર્થન
સેવાસદન હવે મેવા સદન બન્યા છે : કોંગ્રેસ પ્રવક્તા
ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળની રચના બાદ પ્રથમ વખત 5 ટીપી સ્કીમ જાહેર કરવામાં આવી છે. જોકે, ભરૂચ જિલ્લાની પૂર્વ પટ્ટી પર આવેલ તવરા ગામમાં ભરૂચ-અંકલેશ્વર શહેર વિકાસ સત્તા મંડળ દ્વારા હાલમાં જ વિકાસના નામે ટાઉન પ્લાનિંગ સ્કીમની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે આ ટી.પી. સ્કીમની કરેલી જાહેરાતના બીજા દિવસથી જ ખેડૂતોમાં વિરોધનો સૂર ઉઠવા લાગ્યો છે.
ખુદ ભરૂચ જિલ્લાના વાગરાના ભાજપના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ વિરોધ દર્શાવ્યો છે, ત્યારે હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે, જિલ્લામાં સેવાસદન હવે મેવા સદન બન્યા છે. ભાજપની સરકાર ખેડૂતોના હિતને બાજુમાં મૂકી પૈસા કમાવવા નીકળી છે. જોકે, આ વિરોધમાં કોંગ્રેસના કેટલાક હોદ્દેદારો મોન છે, તેના જવાબમાં કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું હતું કે, કારનામાં અને કરતૂતો ભાજપ કરે છે, અને જવાબ અમારે આપવાનો..? કોંગ્રેસ પહેલેથી જ ખેડૂતો સાથે છે અને રહશે તેવું પણ કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું હતું.