Connect Gujarat
અમદાવાદ 

બોરસદમાં અપક્ષ તરીકે જીતેલા કોર્પોરેટર પર ફાયરિંગ કરાવનાર રવિ પુજારીને અમદાવાદ લવાયો

બોરસદમાં પ્રજ્ઞેશ પટેલ પર થયું હતું ફાયરિંગ, ગેંગસ્ટર રવિ પુજારી બેંગ્લોર પોલીસ પાસે હતો.

X

આણંદના બોરસદમાં નગરપાલિકાના સભ્ય પ્રજ્ઞેશ પટેલ પર ફાયરિંગ કરવાના ગુનામાં કુખ્યાત ગેંગસ્ટર રવિ પુજારીની ધરપકડ કરવામાં આવી છે. ગેંગસ્ટરને ચુસ્ત સુરક્ષા વચ્ચે બેગ્લોરથી અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો છે.

વર્ષ 2017માં બોરસદના અપક્ષ કાઉન્સિલર પ્રજ્ઞેશ પટેલ પર ફાયરીંગ કરી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ફાયરિંગના મામલમાં બોરસદ પોલીસ સ્ટેશનમાં રવિ પુજારી તથા તેની ગેંગ સામે ગુનો નોંધાયો હતો. આ કેસમાં પોલીસે ગેંગસ્ટર રવિ પુજારીની ધરપકડ કરી છે. સોમવારે રાત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપીને બોરસદની કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. બેંગ્લોરની જેલમાં રહેલાં રવિ પુજારીનો કબજો મેળવાયા બાદ તેને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અમદાવાદ ખાતે લવાયો હતો.

વર્ષ 2017માં પાલિકાની ચૂંટણીમાં બોરસદના વોર્ડ નંબર -1 માંપ્રજ્ઞેશ પટેલ અને ચંદ્રેશની માતા શાંતાબેનએ અપક્ષ તરીકે ઉમેદવારી કરી હતી. ચુંટણીમાં પ્રજ્ઞેશ પટેલનો વિજય થયો હતો. બીજી તરફ પ્રજ્ઞેશના ભાઈ સંકેત અને ચંદ્રેશ વચ્ચે કેબલવોર ચાલી રહ્યું હતું. જેમાં સંકેત અને તેના માણસોએ ચંદ્રેશને માર માર્યો હતો. જેથી બંને ભાઈઓ સાથે અદાવતનો બદલો લેવા ચંદ્રેશે વડોદરા જેલમાં સજા ભોગવતા સુરેશ અન્નાનો સંપર્ક સાધ્યો હતો. સુરેશ અન્ના દસ મહિનાથી રવિ પુજારીના સંપર્કમાં હતો. રવિ પુજારીએ પ્રજ્ઞેશ પર ફાયરિગ કરી તેને મારી નાખવવાની કોશિશ કરી હતી.

કુખ્યાત રવિ પુજારીએ ચાર વર્ષ અગાઉ આણંદ જિલ્લામાં એક ઉદ્યોગપતિ, ધારાસભ્ય અને સહકારી મંડળીના એક અગ્રણીને ફોન કરી રૂપિયા 25-25 કરોડની ખંડણી માંગી હતી. ફાયરીંગ બાદ ચર્ચામાં આવેલા ડોન રવિ પૂજારીનો આતંક એટલો હતો કે કેટલાંય લોકો તેનું નામ વટાવી ખાતા હતા. અને તેના નામનો ઉપયોગ કરી લોકો પાસેથી પૈસા પણ પડાવાતા હોવાના કિસ્સા બહાર આવ્યા હતા. આ આગાઉ પણ રવિ પુજારીએ અમદાવાદમાં એક વેપારીને ફોન કરી રૂપિયાની માગણી કરી હતી.

હાલમાંતો રવિ પુજારીને બોરસદના ગુન્હામાં ધરપકડ કરી કોર્ટમાં તેને રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. જેમાં તે વોન્ટેડ હતો ત્યારે તે ક્યાં નાસતો ફરતુ હતો. બરોડા જેલમાંથી નેટવર્ક ચલાવતો હોવાનું સામે આવ્યું તો ત્યાં પણ તપાસ માટે લઈ જવામાં આવશે. હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યા હતા. હજી તેના બીજા સાગરીતો ક્યાં છે એ તમામ બાતે પુછપરછ કરવામાં આવશે.

Next Story