અમદાવાદ : હથિયારના લાયસન્સ અને વેંચાણનો ATSએ પર્દાફાશ કર્યો, ઉત્તરપ્રદેશના ઇટામાંથી 7 આરોપીની ધરપકડ કરી

ગુજરાત ATSએ હથિયાર લાયસન્સ અને હથિયાર વેચાણના નેટવર્કનો પર્દાફાશ કરી ઉત્તરપ્રદેશના ઇટા જિલ્લામાંથી 7 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
  • ગુજરાત ATSને મળી વધુ એક મોટી સફળતા

  • હથિયાર લાયસન્સ-વેંચાણનો પર્દાફાશ કરાયો

  • ઉત્તરપ્રદેશના ઇટામાંથી 7 આરોપીની ધરપકડ

  • હથિયાર સહિતનો તમામ મુદ્દામાલ જપ્ત કરાયો

  • કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ

ગુજરાત ATSએ હથિયાર લાયસન્સ અને હથિયાર વેચાણના નેટવર્કનો પર્દાફાશ કરી ઉત્તરપ્રદેશના ઇટા જિલ્લામાંથી 7 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત ATSના અધિકારીઓએ હથિયાર લાયસન્સ અને હથિયાર વેંચાણના કૌભાંડનો પર્દાફાશ કરી 7 આરોપીઓને ઉત્તરપ્રદેશના ઇટા જિલ્લામાંથી ઝડપી પાડ્યા છે. ગુજરાત ATSને 9 આરોપીઓ વિશેની જાણકારી મળી હતી. જેમાંથી મુકેશસિંહ હુકમસિંહ ચૌહાણઅભિષેક રાજદેવ ત્રિવેદીવેદપ્રકાશસિંહ રામબાબુસિંહરાજેન્દ્રસિંહ લક્ષ્મંણસિંહ સાંખલાઅજય ભુરેસિંહ સેંગરશોલેસિંહ રામબાબુસિંહ સેંગર અને વિજયસિંહ ભૂરેસિંહ સેંગર નામના 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ તમામ આરોપીઓમાં કોઈ જીમતો કોઈ ફેક્ટરી ચલાવે છેઅથવા તો કોઈ નાનો-મોટો વેપાર કરે છે. આ 7 આરોપીઓએ ઉત્તર પ્રદેશના ઇટા જિલ્લામાંથી લાયસન્સ મેળવ્યા હતાઅને રૂ. 5થી 7 લાખ ચૂકવીને લાયસન્સ સાથેના હથિયારો મેળવ્યા હતા. ગુજરાત ATSના હાથે ઝડપાયેલ 7 શખ્સો પાસેથી 3 રિવોલ્વર તથા તેના 187 રાઉન્ડસ અને 4 પિસ્ટોલ તથા તેના 98 રાઉન્ડસ મળી કુલ 7 હથિયાર સાથે 285 રાઉન્ડ્સ રિકવર કરી જપ્ત કરવામાં આવ્યા છે.

Latest Stories