“આગાહી” : આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસી શકે છે ગાજવીજ સાથે વરસાદ : હવામાન વિભાગ

રાજસ્થાન પર ફરી એકવાર સાક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદ થઇ રહ્યો છે,

New Update
“આગાહી” : આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસી શકે છે ગાજવીજ સાથે વરસાદ : હવામાન વિભાગ

રાજસ્થાન પર ફરી એકવાર સાક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદ થઇ રહ્યો છે, જ્યારે હજી પણ આગામી 24 કલાક કમોસમી વરસાદની સ્થિતિ યથાવત રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

સમગ્ર રાજ્યના કેટલાક વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી ગાજવીજ સાથે વરસાદ થયો છે. વરસાદ તો એવી રીતે આવી રહ્યો છે, જાણે ચોમાસું બેઠું હોય. પરંતુ હવે લોકો આ માવઠાના મારથી છૂટકારો મળે તેની રાહ જોઈને બેઠા છે. જોકે, હવે આવતીકાલથી માવઠાના મારથી છૂટકારો મળે તેવું પણ અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. તેવામાં આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના અમુક વિસ્તારમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી થવાના કારણે સામાન્ય વરસાદનું અનુમાન છે. જેમાં અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ તો 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જોકે, આવતીકાલથી કોઈ સિસ્ટમ સક્રિય રહેશે નહીં, અને ગુજરાતના માટોભાગના વિસ્તારનું વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે.