ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજરોજ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સી.એમ.ભુપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપે પુરજોશમાં તૈયારી શરૂ કરી દીધી છે. ખાસ કરીને 150થી વધુ બેઠકોના ટાર્ગેટ સાથે આગળ વધી રહેલા ભાજપે વિપક્ષ સામે લડવા અલગ સ્ટ્રેટેજી બનાવી છે. એમાં કોંગ્રેસ માટે અલગ અને આમ આદમી પાર્ટી માટે અલગ એજન્ડા તૈયાર કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે. એટલું જ નહીં, AAP પર નજર રાખવા માટેની પણ સૂચના આપવામાં આવી છે.ભાજપ કોઈપણ સંજોગોમાં રાજ્યમાં 150 બેઠોકો મેળવવા તમામ પ્રયાસ કરી રહ્યું છે.ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાયેલ પ્રદેશ કારોબારીમાં સીએમ ભુપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિત પ્રદેશના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા
આ પ્રસંગે ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે પેટ્રોલ ડીઝલ ભાવ ઘટાડાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયને આવકાર્યો સાથે સાથે એમણે જણાવ્યું હતું કે જ્યારે ભૂતકાળમાં વિશ્વમાં કોઈપણ જગ્યાએ યુદ્ધ થતા હતા ત્યારે જવાહરલાલ નહેરુ એવું કહેતા હતા કે યુદ્ધના લીધે ભાવ વધારો થાય છે પરંતુ હાલમાં વિશ્વમાં ભાવ વધારો છે છતાંય પ્રજાના હિતમાં પી.એમ.મોદી ભાવમાં ઘટાડો કરે છે.આદિવાસીઓના હિતની યોજના માટે પણ વિરોધ પક્ષના લોકોએ અપ્રચાર કર્યો હતો.તેમ છતાં આદિવાસીઓની લાગણી અને માંગણી લઈને ગુજરાત સરકારે તાપી પ્રોજેક્ટ રદ કરેલ છે આ દરેક બાબત પ્રજા સુધી પોંહચાડવાનું આહવાન કર્યું હતું અને વિધાનસભા ચૂંટણીમાં દરેક કાર્યકર 150ના ટાર્ગેટણે પૂર્ણ કરે.