અમદાવાદ ખાતે યોજાશે ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા-2023, કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાએ નવી દિલ્હી ખાતેથી સંબોધન કર્યું.!

ગુજરાત સાયન્સ સિટી ખાતે આયોજિત ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા-2023 અંતર્ગત કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાએ આજે નવી દિલ્હી ખાતે કર્ટેન રેઇઝર પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું

અમદાવાદ ખાતે યોજાશે ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા-2023, કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાએ નવી દિલ્હી ખાતેથી સંબોધન કર્યું.!
New Update

વિશ્વ મત્સ્યપાલન દિવસ પ્રસંગે મત્સ્યપાલન વિભાગ, મત્સ્યપાલન મંત્રાલય, પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા તા. 21 અને 22 નવેમ્બર, 2023ના રોજ અમદાવાદ શહેરના ગુજરાત સાયન્સ સિટી ખાતે ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા-2023નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરના ગુજરાત સાયન્સ સિટી ખાતે આયોજિત ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા-2023 અંતર્ગત કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાએ આજે નવી દિલ્હી ખાતે કર્ટેન રેઇઝર પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. મત્સ્યપાલન અને મત્સ્યપાલકો તથા અન્ય હિતધારકોનાં પ્રદાન અને સિદ્ધિઓની ઉજવણી કરવા તથા મત્સ્યપાલન ક્ષેત્રના સ્થાયી અને સમાન વિકાસ માટે કટિબદ્ધતાને પ્રતિપાદિત કરવા માટે ભારત સરકારના મત્સ્યપાલન વિભાગ દ્વારા વિશ્વ મત્સ્યપાલન દિવસ પ્રસંગે વૈશ્વિક મત્સ્યપાલન પરિષદ ઇન્ડિયા-2023નું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય કાર્યક્રમ તા. 21 અને 22 નવેમ્બર 2023ના રોજ અમદાવાદના ગુજરાત સાયન્સ સિટી ખાતે યોજાશે. જેની થીમ 'મત્સ્યઉદ્યોગ અને એક્વાકલ્ચર વેલ્થ સેલિબ્રેટ કરો' છે. તેમ કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાએ આજે નવી દિલ્હી ખાતે કર્ટન રેઇઝર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું. આ સાથે જ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ભારતીય મત્સ્યપાલન ક્ષેત્રનું પ્રતીક સમાન ઇવેન્ટ લોગોનું અનાવરણ પણ કર્યું હતું. જે વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યું છે, તથા રાષ્ટ્રનિર્માણમાં મત્સ્યપાલન અને માછીમાર સમુદાયોનું નોંધપાત્ર પ્રદાન છે. આ પત્રકાર પરિષદમાં મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી તથા ડેરી તથા માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડો. એલ. મુરુગન સહિત મત્સ્યઉદ્યોગ વિભાગના સચિવ ડો. અભિલક્ષ લિખી પણ ઉપસ્થિત રહ્યા હતા.

ડો. એલ મુરુગને માહિતી આપી હતી કે, મંત્રાલય સ્થાયી વૃદ્ધિ અને ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા-2023 પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જે મત્સ્યપાલન, ખેડૂતો, ઉદ્યોગ, દરિયાકાંઠાના સમુદાયો, નિકાસકારો, સંશોધન સંસ્થાઓ, રોકાણકારો, પ્રદર્શકો જેવા તમામ હિતધારકોને એક મંચ પર એકસાથે આવવા અને વિચારો, પ્રસ્તુત તકનીકીઓ પરની માહિતી અને બજાર જોડાણની તકો પર જોડાવા માટે એક મંચ પ્રદાન કરે છે. ભારતીય મત્સ્યપાલન ક્ષેત્રનો સતત વિકાસ થઈ રહ્યો છે, અને મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલય, ભારત સરકારના મત્સ્યપાલન વિભાગ દ્વારા આ પ્રગતિને જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેથી PMMSYના 22 MMT માછલી ઉત્પાદનના લક્ષ્યાંકો હાંસલ કરી શકાય એટલું જ નહીં. પરંતુ નાણાકીય વર્ષ 2024-25 સુધીમાં રૂ. 1 લાખ કરોડની નિકાસ પણ કરી શકાય તેમ છે. આ ક્ષેત્ર દેશના ૩ કરોડ માછીમારો અને માછલીના ખેડૂતોને ટકાઉ આવક અને આજીવિકા પ્રદાન કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

#CGNews #Union Minister #Global Fisheries Conference India #Ahmedabad #Parshottam Rupala #Gujarat
Here are a few more articles:
Read the Next Article