/connect-gujarat/media/post_banners/2ebfaca2bc210244b693df2e51fee8b850488f79d2ef7a7a6f5cf45fb1f2b567.jpg)
મહાત્મા ગાંધીજીના સપનાને સાકાર કરનાર સંસ્થાન ગુજરાત વિદ્યાપીઠ પરિસરની ગંદકી ખુદ રાજયપાલ આચાર્ય દેવવ્રતે સાફ કરી હતી અને લોકોને સ્વરછતાનો સંદેશ આપ્યો હતો
મહાત્મા ગાંધીજીના સપનાને સાકાર કરનાર સંસ્થાન ગુજરાત વિદ્યાપીઠ પરિસરની ગંદકી જોઈને રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતજી એટલા દુઃખી અને વ્યથિત થયા છે કે તેઓ સ્વયં હાથમાં પાવડો-ઝાડુ લઈને વિદ્યાપીઠ પરિસરમાં સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે. આજે આચાર્ય દેવવ્રત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મીઓ સાથે મળીને વિદ્યાપીઠના પરિસરમાં જાતે શ્રમયજ્ઞ કરીને સફાઈ કરી હતી.ગાંધીજીના આદર્શો પર ચાલતી સંસ્થા માં ભણતા અને રહેતા વિદ્યાર્થીઓ તમાકુનું સેવન તો ન જ કરતા હોવા જોઈએ. તેને બદલે છાત્રાલયની દિવાલો પર તમાકુ ની થૂંકની પિચકારીઓ અને લાલ થઈ ગયેલી ફર્શ જોઈને આચાર્ય દેવવ્રત ખૂબ દુઃખી થયા હતા. આજે સવારે તેઓ એકાએક ગુજરાત વિદ્યાપીઠ પહોંચ્યા હતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 25 થી 30 જેટલા સફાઈ કામદારોને બોલાવીને સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું.