Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : કોંગ્રેસે ફુંકયું જન જાગરણ અભિયાનનું બ્યુગલ, કાલુપુરથી કરી શરૂઆત

કોંગ્રેસે પણ હવે આળસ મરડી છે. અમદાવાદના કાલુપુરથી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જન જાગરણ અભિયાનની શરૂઆત કરાવી

X

રાજયમાં વિધાનસભાની ચુંટણી પહેલાં ભાજપે 50 ટકા તૈયારીઓ પુર્ણ કરી દીધી છે તો બીજી તરફ કોંગ્રેસે પણ હવે આળસ મરડી છે. અમદાવાદના કાલુપુરથી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જન જાગરણ અભિયાનની શરૂઆત કરાવી હતી. ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને કોંગ્રેસે આળસ મરડી છે. કોંગ્રેસ હજી નવા પ્રદેશ પ્રમુખની વરણી નથી કરી શકી તો બીજી તરફ ભાજપે સ્નેહમિલન સમારંભો થકી કાર્યકરોને એકજુટ કરી લીધાં છે. મોડે મોડે જાગેલી કોંગ્રેસે આજથી કાલુપુર વિસ્તારમાં જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરી છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા અન્ય આગેવાનોએ મોંઘવારી મુદ્દે આજે તમામ નાના મોટા વેપારીઓ પેમ્પલેટ આપવામાં આવ્યા અને કોંગ્રેસમાં જોડાવા માટે અપીલ કરાય હતી.

વિધાનસભાની ચુંટણી પહેલાં કોંગ્રેસ મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓ ઉઠાવવા જઇ રહી છે પણ ભાજપની તૈયારીઓ સામે કોંગ્રેસનું નેતૃત્વ ટકકર ઝીલી શકે તેમ લાગતું નથી. આજના કાર્યક્રમમાં જન જાગરણ અભિયાનની સાથે સભ્ય નોંધણી ઝુંબેશ પણ શરૂ કરાય છે. પ્રમુખ અમિત ચાવડાએ વાયબ્રન્ટ સ્મિતને લઈને પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે આફ્રિકામાં કોરોનાનો નવો વેરિયન્ટ સામે આવ્યો છે અને આફ્રિકન દેશોમાંથી ડેલિગેશન બોલાવવામાં આવ્યા છે તે આપણા દેશ માટે ખતરનાક સાબિત થઇ શકે છે તેથી સમિટ રદ કરવાની કોંગ્રેસ માંગ કરે છે.

Next Story