Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ગૃહ રાજ્ય પ્રધાન સંઘવીએ ATSની લીધી મુલાકાત; કહ્યું- ગુજરાત એટીએસ સારું કાર્ય કરી રહી છે

DGP, ATS IG સહિતના અધિકારીઓ હાજર રહ્યા.

X

ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ATSની મુલાકાત લીધી હતી. ગૃહરાજ્ય પ્રધાન બન્યા બાદ હર્ષ સંઘવી ATSની ઓફિસે આ પ્રથમ મુલાકાત હતી.

રાજ્યના નવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળના પ્રધાનોએ ચાર્જ સાંભળી લીધો છે. હવે દરેક પ્રધાનોએ પોત પોતાના વિભાગમાં કામો શરૂ કરી દીધા છે અને પોતાના વિભાગના કાર્યક્ષેત્રમાં આવતી પેટા વિભાગો અને વિવિધ સરકારી એકમની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ATSની મુલાકાત લીધી હતી.

ગૃહરાજ્ય પ્રધાન બન્યા બાદ હર્ષ સંઘવી ATSની ઓફિસે આ પ્રથમ મુલાકાત હતી. મુલાકાત સમયે રાજ્યના DGP, ATS IG સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીનું ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગૃહરાજ્ય પ્રધાન ATSના હથિયારો અને વાહનો સહિતની બાબતો અંગે માહિતી મેળવી હતી. આ પહેલા રવિવારે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ગૃહ વિભાગની મુલાકાત લીધી હતી. 19 સપ્ટેમ્બરને રવિવારના દિવસે પણ તેઓ ગૃહ વિભાગની કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા.

એટીએસ મુખ્યાલયની મુલાકાત બાદ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત એટીએસ સારું કાર્ય કરી રહી છે. મેં અહીં આજે મુલાકાત કરી છે અને અધિકારીઓ સાથે બેઠક પણ કરી છે. સાથે જ ગુજરાત એટીએસે તાજેતરમાં એક મોસ્ટ વોન્ટેડ આરોપી અશરફ નાગોરીની ધરપકડ કરી તો સાથે કોસ્ટગાડ સાથે સયુંકત ઓપરેશન કરી 250 કરોડનું ડ્રગ ઝડપી પાડ્યું હતું તે બદલ અભિનંદન આપ્યા હતા.

Next Story