અગામી 7 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદના ધામા, માછીમારોને દરિયો ન ખેડવા સૂચન

ગુજરાતમાં હાલ 2 સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા અગામી 7 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

New Update

ગુજરાતમાં હાલ 2 સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છેત્યારે હવામાન વિભાગ દ્વારા અગામી 7 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં હાલ 2 અપર એર સાયક્લોનિક સિસ્ટમ ઓફસૉર ટ્રફ અને શિયરઝોન સક્રિય થઈ છે. જેને લઇને રાજ્યના 90 ટકા ભાગમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરતનવસારીવલસાડડાંગતાપીદમણ અને દાદરા અને નગર-હેવલીમાં અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ મધ્ય ગુજરાતમાં પંચમહાલદાહોદવડોદરાછોટાઉદેપુરનર્મદાભરૂચ જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગરઅમરેલીઅને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ તરફઅમદાવાદવડોદરા અને છોટાઉદેપુરમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા અંગે પણ સૂચના આપવામાં આવી છે.

Latest Stories