અમદાવાદ : ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ, લોકો જીવ બચાવવા પાંચમાં માળેથી કુદ્યા, 27નું કરાયું રેસ્ક્યુ

ફ્લેટમાંથી 27 લોકોનું રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા હતા. ઘટનામાં ચાર લોકોને ઇજાઓ પહોંચી હતી. જેમને 108ની મદદથી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા

New Update
  • આત્રેય ઓર્ચિડ એપા.માં આગ લાગવાનો મામલો

  • ચોથા ફ્લોર પર લાગેલી આગથી દોડધામ મચી

  • લોકો જીવ બચાવવા માટે પાંચમા માળેથી કુદ્યા

  • ફાયર લાશ્કરોએ 27 લોકોનું કર્યું રેસ્ક્યુ

  • લાશ્કરોએ આગ પર મેળવ્યો કાબુ 

અમદાવાદનાં હાસોલ વિસ્તારમાં ઇન્દિરા બ્રિજ નજીક આત્રેય ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાને લઈને દોડધામ મચી હતી,અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા માટે પાંચમાં માળેથી કૂદ્યા હતા. ફ્લેટમાંથી 27 લોકોનું રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા હતા. ઘટનામાં ચાર લોકોને ઇજાઓ પહોંચી હતી. જેમને 108ની મદદથી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા.

અમદાવાદનાં હાસોલ વિસ્તારમાં ઇન્દિરા બ્રિજ નજીક આત્રેય ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.એપાર્ટમેન્ટના ચોથા માળે ફ્લેટ નંબર 404માં એર-કન્ડિશનરના આઉટડોર યુનિટમાં આગ લાગી હોવાનું કહેવાય છે. એસીમાં લાગેલી આગ ઝડપથી પાંચમા અને છઠ્ઠા માળ સુધી ફેલાઈ ગઈ હતી. દૂર દૂરથી ધુમાડો જોવા મળ્યો હતોજેના કારણે મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

જેમ જેમ ઉપરના માળે આગ લાગીતેમ તેમ લોકોએ પોતાને બચાવવા માટે મરણિયા પ્રયાસમાં પાંચમાં માળેથી કૂદી પડ્યા હતા. સ્થાનિક રહેવાસીઓ બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં ભેગા થયા અને કૂદકા મારનારી મહિલા સહિતના લોકોને બચાવવા માટે ગાદલા અને ચાદરનો ઉપયોગ કર્યો હતોજેનાથી વધુ ઇજાઓ કે જાનહાનિ ટાળી શકાય હતી.

બીજી તરફ અમદાવાદ ફાયર વિભાગ અને ઇમરજન્સી સર્વિસના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાતીવ્ર ગરમી અને આગના ઝબકારાથી બચાવ કામગીરી દરમિયાન 11 ફાયર ફાઇટરોને નાની-મોટી ઇજાઓ થઈ હતીપરંતુ પરિસ્થિતિને કાબુમાં લાવવા માટે તેમણે પ્રયાસો ચાલુ રાખ્યા હતા.

આ ઘટનામાં કુલ ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા.તમામને સારવાર માટે એપોલો હોસ્પિટલ અને અસારવા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

ફાયર અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે 27 લોકોને બિલ્ડિંગમાંથી સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.ઘટના અંગે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Read the Next Article

અમદાવાદ : દસ્ક્રોઈના વાંચ ગામના પ્રગતિશીલ ખેડૂતે ફાલસાની સફળ ખેતી કરી બતાવી, અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા...

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના વાંચ ગામના પ્રગતિશીલ ખેડૂતે સફળતા પુર્વક ફાલસાની ખેતી કરી બતાવી છે. તો આવો જાણીએ તેમની "પલ્પથી પ્રગતિ"ની સફર વિશે...

New Update
  • દસ્ક્રોઈ તાલુકાના વાંચ ગામના પ્રગતિશીલ ખેડૂતની સિદ્ધિ

  • ખેડૂત અમિત શાહે સફળતાપૂર્વક ફાલસાની ખેતી કરી બતાવી

  • ખેડૂતે સરકારી સહાયની મદદથી ખરીદ્યું હતું પલ્પ મશીન

  • ખેડૂતે પલ્પ મશીનની મદદથી રૂ. 12 લાખની આવક મેળવી

  • ખેતીમાં મૂલ્ય વૃદ્ધિથી આવક વૃદ્ધિ શક્ય : પ્રગતિશીલ ખેડૂત

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના વાંચ ગામના પ્રગતિશીલ ખેડૂતે સફળતા પુર્વક ફાલસાની ખેતી કરી બતાવી છે. તો આવો જાણીએ તેમની "પલ્પથી પ્રગતિ"ની સફર વિશે...

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના વાંચ ગામના પ્રગતિશીલ ખેડૂત અમિત શાહે ફાલસાની ખેતી કરી નવી કેડી કંડારી છે. અમિત શાહના પિતાએ 10 વર્ષ પહેલા ફાલસાની ખેતી શરૂ કરી હતી. આજ ખેતીને અમિત શાહે COVID-19 દરમિયાન ફાલસાના પલ્પને એક કુદરતી હેલ્થ બૂસ્ટર તરીકે અપનાવ્યું હતું. આમતેઓની "પલ્પથી પ્રગતિ"ની સફરનો પ્રારંભ થયો હતો. ખેડૂતે સરકારી સહાયની મદદથી એક પલ્પ મશીન ખરીદ્યું હતું. જેની મદદથી તેઓ સીઝનમાં 12થી 13 લાખ રૂપિયાની આવક અને 8thi 10 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો કમાઈ રહ્યા છે. ગુજરાત સરકાર કૃષિમાં મૂલ્યવર્ધનને પ્રોત્સાહન આપી રહી છે. ખેડૂત અમિત શાહની આ સફળતા એ સાબિત કરે છે કેખેતીમાં મૂલ્ય વૃદ્ધિથી આવક વૃદ્ધિ શક્ય બને છે.