/connect-gujarat/media/media_files/2024/10/30/xuG0K8ZPUmpGCorY2Tnb.jpg)
અમદાવાદમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને મેટ્રો સેવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દિવાળીના દિવસે એટલે કે31ઓક્ટોબર2024ના રોજ સાંજે7વાગ્યા સુધી જ મેટ્રો સેવા ચાલુ રહેશે. આ નિર્ણય ફટાકડા ફોડવા અને તેની મુસાફરોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવ્યો છે.
અમદાવાદ મેટ્રોની સેવાનો સમય સવારે6.20થી રાત્રીના10.00કલાક સુધીનો છે.પરંતુ દિવાળીના તહેવારની ઉજવણી દરમિયાન જાહેરમાં ફટાકડા ફોડવા અને તેની સંભવિત અસરો તથા મુસાફરોની સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈને માત્ર દિવાળીના દિવસ માટે મેટ્રોનો સમય સવારે6.20થી સાંજે7વાગ્યા સુધીનો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.જ્યારે ગાંધીનગરમાં મેટ્રો ટ્રેનની સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.