હવે, આવશે ગરમીથી શેકાવાનો વારો, આગામી 2 દિવસ રાજ્યમાં 40 ડિગ્રીએ પહોંચશે પારો.!

હવામાન વિભાગના આંકડાઓ મુજબ, ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 37.9 ડિગ્રી અને લઘુતમ તાપમાન 23.6 ડિગ્રી નોંધાયું હતું

New Update
હવે, આવશે ગરમીથી શેકાવાનો વારો, આગામી 2 દિવસ રાજ્યમાં 40 ડિગ્રીએ પહોંચશે પારો.!

સમગ્ર રાજ્યમાં આગામી 2 દિવસ ગરમીનો પારો 40 ડિગ્રી થવાની ગુજરાત રાજ્ય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે અમદાવાદ સહિતના કેટલાક જીલ્લામાં લોકોને ગરમીથી શેકાવાનો વારો આવી શકે છે. ગુજરાત રાજ્ય હવામાન વિભાગ અનુસાર, આગામી 2 દિવસ સમગ્ર રાજ્યમાં ગરમ અને સૂકા પવનોની અસર જોવા મળશે. અમદાવાદ સહિત 9 શહેરોમાં ગરમીનો પારો 37 ડિગ્રીને પાર કરી ગયો છે.

હવામાન વિભાગના આંકડાઓ મુજબ, ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 37.9 ડિગ્રી અને લઘુતમ તાપમાન 23.6 ડિગ્રી નોંધાયું હતું, ત્યારે ત્યારે આગામી 2 દિવસમાં અમદાવાદમાં પણ મહત્તમ તાપમાન વધીને 40 ડિગ્રી પહોંચવાની શક્યતા છે. જોકે, ગરમ અને સૂકા પવનો યથાવત રહેતાં ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચવાની શક્યતાના પગલે બહાર નીકળતા લોકોએ સાવચેતી રાખવાની પણ જરૂર છે. તો બીજી તરફ, શુક્રવારે ગરમીનો પારો 38, શનિવારે 39 અને રવિવારે 40 ડિગ્રીએ પહોંચી જવાની શક્યતા છે. એટલું જ નહિ અમરેલી, જૂનાગઢ અને રાજકોટમાં હળવો વરસાદ પડવાની પણ શક્યતા વર્તાય રહી છે.