Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદમાંથી PCBએ ઝડપ્યો દોઢ કરોડનો વિદેશી દારૂ, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ..!

અમદાવાદમાં અનેકવાર દારૂનો જથ્થો ઝડપાયો, ગુજરાત જેવા રાજયમાં દારૂબંધી માત્ર દાવા

X

અમદાવાદમાં અનેકવાર દારૂનો જથ્થો ઝડપાયો હોય છે. ત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર દાવા વચ્ચે અમદાવાદમાં ફરીવાર દારૂનો મસમોટો જથ્થો ઝડપાયો છે. PCBએ ચાંદખેડા માંથી 39 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. સાથે 11 વાહનો પણ જપ્ત કર્યા છે.

અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં PCB દ્વારા રેડ કરી દારૂનું આખું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું છે. ચાંદખેડા મુખ્ય માર્ગ પર એક ખુલ્લા મેદાનમાં રાત્રે 10 કાર અને એક ટ્રક લઈને દારૂનું કટિંગ કરતા આરોપીઓ પર PCB ત્રાટકી હતી. અને 39 લાખનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે 4 આરોપીઓ તથા 10 કાર અને 1 ટ્રક કબ્જે કરવામાં આવ્યો છે. આ દારૂ કુલ 741 પેટીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. દારૂનો આ જથ્થો રાજસ્થાનથી આવતો હતો અને તેને સૌરાષ્ટ્રમાં મોકલવામાં આવતો હતો. હાલમાં આ ઘટનામાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી લીધી છે. કહેવાય છે બુટલેગર કોઈપણ કીમિયો અપનાવી દારૂ ઘુસાડતા હોય છે ત્યારે આ વખતે બુટલેગર ગાડીમાં અંદર સિટીની નીચે ફ્લોરમાં મેટિંગ હટાવી ચોરખાના બનાવી દારૂ છુપાવવામાં આવતો હતો, PCB દ્વારા આ રેડ કરી ગાડીઓ ,ટ્રક અને દારૂનો જથ્થો મળી કુલ સવા કરોડનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ દારૂનો જથ્થો રાજુરામ કાલુરામ બિશ્નોઇ ઉર્ફે રાજુ મારવાડી મંગાવ્યો હતો જે હાલમાં વોન્ટેડ છે. પરંતુ સવાલ અહિયાં સ્થાનિક પોલીસ પર ઉભા થાય છે. કારણ કે ચાંદખેડા પોલીસ સ્ટેશનથી માત્ર 1 કિલોમીટર દૂર આ ગોડાઉન રાખવામાં આવ્યું છે. ત્યારે ચાંદખેડા પી.આઈ અને તેમના સ્ટાફ પર સવાલો ઉભા થાય છે.

Next Story