Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : મેઘાણીનગરમાં થયેલ દાગીનાની લૂંટમાં ચોંકાવનારો ખુલાસો, જુઓ કોણે બનાવ્યો હતો પ્લાન

બાઈક રોકડા રૂપિયા 9.85 લાખની કિંમતનાં દાગીના ભરેલી બેગ લૂંટીને ફરાર થઈ ગયા હતા.

X

અમદાવાદ પોલીસની ગીરફ્તમાં દેખાતા આ આરોપીઓનું નામ છે, લલીત નાગર અને અલ્પેશ રાઠોડ. આ બન્ને આરોપીઓએ ભેગા મળીને પોલીસને જ મૂંજવણમાં મુકી દીધી હતી. ગત તા. 25મી માર્ચે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં આંગડિયા પેઢીમાં ડીલીવરી બોય તરીકે નોકરી કરતો લલીત નાગર પેઢીમાંથી સોનાના દાગીનાના પાર્સલો લઈને ગ્રાહકોને આપવા નિકળ્યો હતો.

સાંજનાં સમયે મેઘાણીનગર સૈજપુર ગરનાળા પાસે પહોંચતા 2 અજાણ્યા ઈસમોએ લલીત રાઠોડની બાઈક રોકડા રૂપિયા 9.85 લાખની કિંમતનાં દાગીના ભરેલી બેગ લૂંટીને ફરાર થઈ ગયા હતા. મેઘાણીનગર પોલીસ મથકે લૂંટની ફરિયાદ નોંધાતા જ પોલીસનો કાફલો દોડતો થયો હતો. પોલીસે આરોપીઓને પકડવા માટે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી. જોકે, ફરિયાદીએ આરોપીઓનો લૂંટ કરીને ભાગવાનો જે રૂટ બતાવ્યો તેમાં પોલીસને શંકા જતા ફરિયાદીની કડક પુછપરછ કરતા પોતે જ લૂંટનું તરક્ટ રચ્યું હોવાનું કબુલ્યુ હતું.

મેઘાણીનગર પોલીસે ફરિયાદીની ઉલટ તપાસ કરતા તેણે પોતાના મિત્ર અલ્પેશ રાઠોડ સાથે મળીને લૂંટનો પ્લાન 15 દિવસ પહેલા બનાવ્યો હોવાનું ખૂલ્યું હતું. ફરિયાદી અને આરોપી લલીત નાગર માણેકચોક ખાતે આવેલી ક્રીસ ગોલ્ડ નામની પેઢીમાં 5 વર્ષથી નોકરી કરે છે. જોકે, તેને શેરબજારમાં રૂપિયા 1.50 લાખનું દેવુ થઈ જતા આ જ આંગડિયા પેઢીમાં પહેલા નોકરી કરતા અલ્પેશ સાથે મળીને લૂંટની ખોટી ફરિયાદ કરી દાગીનાં બારોબાર વેચીને શોર્ટકટમાં પૈસા કમાવવાનો પ્લાન બનાવ્યો હતો. હાલ તો આ ગુનામાં પોલીસે ફરિયાદી અને તેના મિત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story