Connect Gujarat
અમદાવાદ 

સ્વીટી પટેલ ગુમ કેસ: પીઆઇ દેસાઇનો માનસિક-શારીરિક સ્થિતિ સારી ન હોવાથી નહીં થાય નાર્કો ટેસ્ટ

એસઓજી પીઆઈની પત્ની સ્વીટીના ગુમ થવાના કેસની તપાસ હવે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ કરી રહી છે. આ કેસમાં આજે નવો વળાંક આવ્યો છે

સ્વીટી પટેલ ગુમ કેસ: પીઆઇ દેસાઇનો માનસિક-શારીરિક સ્થિતિ સારી ન હોવાથી નહીં થાય નાર્કો ટેસ્ટ
X

એસઓજી પીઆઈની પત્ની સ્વીટીના ગુમ થવાના કેસની તપાસ હવે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ કરી રહી છે. આ કેસમાં આજે નવો વળાંક આવ્યો છે. પીઆઇ દેસાઇએ તેની માનસિક અને શારીરિક સ્થિતિ સારી ન હોવાથી નાર્કો ટેસ્ટ આપવા માટે સક્ષમ ન હોવાની વાત અમદાવાદ ક્રાઇમ બ્રાંચ સમક્ષ કરી છે. જેથી હવે પીઆઇ દેસાઇનો નાર્કો ટેસ્ટ નહીં થાય, પોલીસ હવે DNA ટેસ્ટની રિપોર્ટની રાહ જોઇ રહી છે.

પીઆઈની પત્ની સ્વીટીના ગુમ થવાની વાત હવે ઘરે ઘરે ચર્ચાનો વિષય બની ગયો છે. પોલીસને સ્વીટીની કોઈ ભાળ મળી નથી. હવે આ કેસ રાજ્યની બે મહત્વની એજન્સી ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવાયો છે. જેની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાચના એ.સી.પી. ડી. પી. ચુડાસમા કરી રહ્યા છે, ત્યારે અમદાવાદની ક્રાઇમ બ્રાચની ટીમે કરજણ ખાતે તપાસ શરૂ કરી છે. ક્રાઇમ બ્રાચની ટીમે રહસ્યમય ગુમ સ્વીટી પટેલના પતિ પી.આઇ. એ.એ. દેસાઇના કરજણ સ્થિત મકાનનું પંચનામું કર્યું હતું. તે બાદ ટીમ દહેજના અટારી ખાતેના અવાવરું મકાનમાં પહોંચી હતી અને જે સ્થળેથી માનવ હાડકાં મળ્યાં હતાં તે જગ્યા અને મકાનનું પંચનામુ કર્યું હતું.

CBIની ટીમ સ્વીટીના કેસની ખૂટતી કડીઓ મેળવવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. બીજી તરફ આ કેસમાં આગામી સપ્તાહે FSLનો રિપોર્ટ આવશે, તેની સાથે ક્રાઇમ બ્રાન્ચની તપાસ પણ ઘણી મહત્વની સાબિત થવાની છે. સ્વીટી મિસિંગ કેસ હવે આવનારા ગણતરીના દિવસોમાં નિર્ણાયક તબક્કામાં આવી જશે. જેનાથી આ કેસમાં ખરેખર શું તથ્ય છે? તે મહત્વનું સાબિત થશે. હાલ આ કેસમાં FSLની તપાસ સૌથી મહત્વપૂર્ણ છે. બીજી તરફ સ્વીટીના ગુમ થવાથી લઈને આજ દિન સુધીના ઘટનાક્રમ પણ પોલીસ માટે મહત્વના માનવામાં આવી રહ્યા છે. જેની તપાસ પણ ચાલી રહી છે.

આગળ 4 દિવસ પહેલા જ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વડોદરા જિલ્લાના ચકચારી સ્વીટી પટેલ ગુમ થયાના કેસની તપાસ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ અને રાજ્ય એટીએસને સોંપવાની જાહેરાત કરી હતી. પીઆઇ એ.એ. દેસાઈની પત્ની સ્વીટી પટેલ 46 દિવસથી રહસ્યમય રીતે ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. જેમાં દહેજ પાસેના અટાલી નજીક 3 માળની અવાવરુ બિલ્ડિંગની અંદર તથા પાછળના ભાગેથી સળગેલી હાલતમાં હાડકાં મળ્યાં હતાં. ત્યારબાદ પોલીસે એસડીએસ તથા પોલિગ્રાફી ટેસ્ટ કર્યાં હતા. આ ઉપરાંત ડીએનએ ટેસ્ટ પણ કર્યાં હતા. જેના રિપોર્ટની પોલીસ રાહ જોઇ રહી છે.

આ દરમિયાન પોલીસે ઓસ્ટ્રેલિયામાં રહેતા ક્રિકેટર હાર્દિક પંડ્યાના પિતરાઇ અને સ્વીટી પટેલના પૂર્વ પતિની ઓનલાઇન પૂછપરછ કરી હતી. જેમાં પોલીસે બંને ક્યારે સંપર્કમાં આવ્યા અને ક્યારે બંનેના છુટાછેડા થયા સહિતના પ્રશ્નો કર્યાં હતા અને પોલીસે સ્વીટી પટેલના 17 વર્ષના પુત્ર રિધમને પણ કેટલાક પ્રશ્નો કર્યાં હતા અને તેની વીડિયોગ્રાફી પણ કરી હોવાનું જાણવા મળ્યું છે. હેતસે જણાવ્યું હતું કે, સ્વીટી પટેલ કેસમાં તેમને હજુ સુધી કોઇ જાણકારી મળી નથી. તેઓ ઓસ્ટ્રેલિયા કે, વિદેશમાં કોઇ સ્થળે ગયા હોવા બાબતે પણ તેમણે ઇન્કાર કર્યો હતો અને જણાવ્યું હતું કે, તેમની જાણકારી મુજબ સ્વીટી પટેલનો પાસપોર્ટ રિન્યુ થયો જ નથી તો તે વિદેશ કઇ રીતે જઇ શકે.

હાલ ચર્ચામાં આવેલા વડોદરના PI દુનિયાની સૌથી મોટા સાઈન્ટિફિક ટેસ્ટમાંથી પસાર થઈ રહ્યા છે. PI દેસાઈની પત્ની સ્વીટીના ગુમ થવાના કેસમાં FSL દ્વારા તેમની પર ઇઝરાયલની ખાસ વસાવાયેલી SDS ટેકનોલોજી દ્વારા ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેને સસ્પેક્ટ ડિટેક્શન ટેસ્ટ કહેવામાં આવે છે. આ ટેસ્ટમાં પહેલાંથી રેકોર્ડિંગ કરેલો ઓડિયો સંભળાવવામાં આવે છે.

Next Story