Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ શહેરનો માહોલ "તિરંગામય" બન્યો, જનમાર્ગો દેશભક્તિના રંગે રંગાયા...

સમગ્ર દેશમાં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર 'હર ઘર તિરંગા' અભિયાનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગુજરાત અને તેમાં પણ અમદાવાદ શહેર તિરંગામય બની ગયું છે.

X

સમગ્ર દેશમાં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર 'હર ઘર તિરંગા' અભિયાનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગુજરાત અને તેમાં પણ અમદાવાદ શહેર તિરંગામય બની ગયું છે. શહેરના દરેક વિસ્તાર અને જનમાર્ગ દેશભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા છે.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શરૂ થયેલા 'હર ઘર તિરંગા' અભિયાન અન્વયે સમગ્ર રાષ્ટ્રમાં તેની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યના સોથી મોટા મહાનગર અમદાવાદમાં દેશભક્તિનો માહોલ છવાયો છે. શહેરના અલગ અલગ વિસ્તારો, સોસાયટીઓ, ઘર અને શોપિંગ કોમ્પલેક્સમાં પણ તિરંગા લહેરાય રહ્યા છે. એટલું જ નહીં, સરકારી સ્કૂલો અને ખાનગી શાળાઓમાં પણ તિરંગા શાનથી લહેરાયા છે. શહેરના દરેક રસ્તા કે, ગલી બાકી નહીં હોય, જ્યાં દેશમાં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર સ્થાનિકો પણ હાથમાં તિરંગો લઈ નારા સાથે તિરંગા યાત્રાઓ કાઢી રહ્યા છે.

'હર ઘર તિરંગા' અભિયાનથી અમદાવાદવાસીઓનું સ્વાભિમાન પણ તિરંગાના લહેરાવવા સાથે છલકાઈ રહ્યું છે સ્થાનિકોનું કહેવું છે કે, 'હર ઘર તિરંગા' અભિયાનથી એકતા જોવા મળી રહી છે. દરેક સમાજ દરેક લોકો આ અભિયાનમાં ભાગ લઈ રહ્યા છે. નાના બાળકોથી લઇ મોટેરા સુધી ઉત્સાહ જ ઉત્સાહ છવાયો છે. પીએમ નરેન્દ્ર મોદીએ દેશભરને કરેલા આહવાનથી લોકો પોતાની રીતે ઘર પર તીરંગા લગાવી રહ્યા છે. આ અભિયાનથી આપણું અભિમાન અને ગર્વનો અનુભવ થાય છે કે, આપણે ભારત દેશના વાસીઓ છે. આ દેશ માટેનું અભિમાન છે, અને આ અભિયાનથી જાગૃતિ પણ વધી છે.

Next Story