/connect-gujarat/media/post_banners/c69b55d78a78050adb5928ff415bc0f01ff672046bf5c1123f5a4d09d0b84c2d.jpg)
રેલ્વે વિભાગ દ્વારા મુસાફરોને અદભૂત ગિફ્ટ આપવામાં આવી છે. મુંબઈ-સુરત-અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ 'વિસ્ટાડોમ કોચ ટ્રેન' શરૂ થઈ છે. આ કોચમાં અત્યાધુનિક સુવિધા આપવામાં આવી છે.
મુંબઈ-સુરત-અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ 'વિસ્ટાડોમ કોચ ટ્રેન' શરૂ થઈ છે. આ અંગેની માહિતી આપતાં રેલ્વે રાજ્યમંત્રી દર્શના જરદોશે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, 'આજથી મુસાફરો આ વિસ્ટાડોમ કોચની ટિકિટ બુક કરાવી શકશે અને મુંબઈ-સુરત પર મોટી કાચની બારીઓ, કાચની છત, ફરતી સીટો અને એક અલવોકન લાઉન્જ સાથે મનોરમ દ્રશ્યોનો પણ આનંદ ઉઠાવી શકે છે. વિસ્ટાડોમ કોચવાળી ટ્રેન હાલમાં તેના પ્રારંભિક તબક્કામાં છે. રેલવેના જણાવ્યાં અનુસાર, આગામી દિવસોમાં અન્ય ટ્રેનોમાં પણ વિસ્ટાડોમ કોચ જોડવામાં આવશે. મહત્વનું છે કે, ઉનાળાની રજાઓના કારણે હાલમાં રેલવે દ્વારા આ ટ્રેન શરૂ કરવામાં આવી છે.આ અંગે વેસ્ટર્ન રેલવેના પીઆરઓ જીતેન્દ્ર જયંતે જણાવ્યું કે પ્રવાસીઓ આ ટ્રેનમાંથી બહારના દર્શયો નિહાળી શકશે તો સીટ રિમુવબેલ છે જો પ્રવસીઓ બહારના દ્રશ્યો નથી જોવા માંગતા તો કર્ટન પણ આપવામાં આવ્યા છે દરેક સીટ નીચે ચાર્જિંગ પોઇન્ટ આપવામાં આવ્યા છે તો સાથે સીસીટીવી કેમેરાથી સજ્જ આ કોચ રહેશે તો લેપટોપથી કામ કરવા પણ અલગ ટેબલની વ્યવસ્થા આપવામાં આવી છે
તો વિસ્ટા કોચમાં પ્રવાસ કરતા પ્રવાસીઓનું માનવું છે કે આ અદભૂત અનુભવ છે. કોચમાં અલગ અલગ ફેસેલિટી પણ આપવામાં આવી છે અને પ્રવાસીઓઆને એક નવી પહેલ માની રહયા છે. વિસ્ટાડોમ કોચ' દેશમાં ચાલતી ટ્રેનોના કોચમાં સૌથી વધારે આધુનિક માનવામાં આવે છે.