/connect-gujarat/media/media_files/2024/10/27/CLTEcg8hu1te3LLDsxLr.png)
અમદાવાદના નારોલમાં ગેસ ગળતરથી2શ્રમિકોના મૃત્યુ થયાની ઘટના સામે આવી છે.નારોલની દેવી સિંથેટીક કંપનીમાં ગેસ ગળતરની ઘટના બની હતી. જેમાં8શ્રમિકોને અસર થઈ હતી. 2શ્રમિકોના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. હાલ6લોકો સારવાર હેઠળ છે.
આ ઘટનાની જાણ થતા અસલાલી ફાયરબ્રિગેડની ટીમ ઇમરજન્સી વાન સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને ગેસ ગળતર બંધ કરાવ્યું હતું. ફેક્ટરીમાં ગેસ ગળતરની ઘટનાને પગલે ફાયર બ્રિગેડ, GPCB, ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને પોલીસ સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યા હતો.
જાણવા મળ્યા મુજબ સલ્ફ્યુરિક એસિડ નામનું કેમિકલ ઉપયોગમાં લેવાતું હતું. આજે સવારે11વાગ્યાની આસપાસ કંપનીમાં સલ્ફ્યુરિક એસિડનું ટેન્કર ખાલી થતું હતું ત્યારે બ્લીચિંગ વિભાગમાં કોસ્ટિક સોડા સાથે રીએકશન થતા ફયુમના કારણે જ ફેક્ટરીમાં જે કર્મચારીઓ કામ કરતા હતા તેમને ગેસની અસર થઈ હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે.