Connect Gujarat
ગુજરાત

AHTU ડાંગ જિલ્લા પોલીસ અને બાળ સુરક્ષા સાથે સબિંધિત વિભાગોની તાલીમ યોજાઈ

AHTU ડાંગ જિલ્લા પોલીસ અને બાળ સુરક્ષા સાથે સબિંધિત વિભાગોની તાલીમ યોજાઈ
X

પોલીસ સ્ટેશનમાં ચાઈલ્ડ ફ્રેન્ડલી વાતાવરણ ઉભુ કરવુ જાઈએ: ડાંગ પોલીસ વડા શ્વેતા શ્રીમાળી

રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા (તોરણ હોટલ ) ખાતે સંકલિત બાળ સુરક્ષા એકમ,ડાંગ દ્વારા તા.૨૩/૧૦/૨૦૧૯ ના રોજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્વેતા શ્રીમાળીના અધ્યક્ષ સ્થાને "બાળ સુરક્ષા જવાબદારી આપણા સૌની” વિષય પર એકદિવસીય તાલીમ યોજાઈ હતી.

ડાંગ પોલીસ વડા શ્રીમતિ શ્વેતા શ્રીમાળી એ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે આજની તાલીમમાં બાળકોને કાયદાકિય માહિતી આપવામાં આવશે સાથે સાથે પોલીસ સ્ટેશનમાં પણ ચાઈલ્ડ ફ્રેન્ડલી વાતાવરણ ઉભુ કરવુ જાઈએ. જેથી બાળકોમાં ભય ન રહે. વધુમાં બાળકો વિરૂધ્ધ બનેલ ગુનામાં ચોક્કસ ન્યાય મળે તેવા પગલા લેવા અનુરોધ કર્યો હતો.

નાયબ પોલીસ અધિક્ષક આર.ડી.કવાએ સુચારૂ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે પોલીસ એક મશીનરી છે. જેથી મેનેજમેન્ટ થી કામ કરવાનું છે. બાળકોના કેસોમાં ચાઈલ્ડ ફ્રેન્ડલી વાતાવરણ ઉભુ કરી બાળક સાથે કામ કરતા વિભાગોને સાથે રાખી નિવેદન લેવુ જાઈએ.

તાલીમના માર્ગદર્શક અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જિજ્ઞેશ ચૌધરીએ જણાવ્યું હતું કે ડાંગ જિલ્લા ખાતે બાળકોને મળતી યોજનાઓનું યોગ્ય રીતે મોનીટરીંગ કરવામાં આવી રહયું છે. બાળકને શ્રેષ્ઠ હિતો અપાવવા માટે દરેક વિભાગોના સહકારથી કામ કરવુ પડશે. બાળકનું પરિવારમાં પુનઃસ્થાપન થાય અને સુમેળથી જીવન વિતાવે તેવી અપેક્ષાઓ રાખવામાં આવે છે.

લેબર ઓફિસર એસ.એસ.શાહે બાળ મજૂરી અધિનિયમ-૧૯૮૬ ની માહિતી આપતા જણાવ્યું કે ૧૪ વર્ષની નીચેના બાળકને કોઇપણ જગ્યાએ કામે રાખવા પર કાયદાકીય દંડ અને સજાની જાગવાઈ છે. કારખાનેદારે કે દુકાનદારોએ બાળકના ઉંમરના પુરાવાઓ રાખવા જરૂરી છે. બિન સંસ્થાકિય સંભાળ અધિકારી નિકોલસ વણકરે સંકલિત બાળ સુરક્ષા યોજનાની માહિતી,લીગલ કમ પ્રોબેશન ઓફિસર ભૂપેન્દ્ર ધૂમે જે.જે.એકટ-૨૦૧૫ પોકસો એક્ટ-૨૦૧૨ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી જીજ્ઞેશ ચૌધરીએ બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ-૨૦૦૬,ચાઈલ્ડ લાઈન-૧૦૯૮,સાગર મિસ્ત્રીએ ચાઈલ્ડ લાઈનની કામગીરી,વર્લ્ડ વિઝન ઓર્ગેનાઈઝેશનના સંદિપ સોનીએ બાળ સુરક્ષાને લગતી કામગીરી,દહેજ પ્રતિબંધિક અધિકારી સુનિલ સોરઠીયાએ બાળકો અને મહિલાઓની કાયદા વિશે તથા સર્કલ પોલીસ ઈન્સપેકટર અજમેરીએ AHTU અને ITPA Act વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

આ તાલીમમાં જે.આઈ.વસાવા,પી.આઈ.,પી.એસ.આઈઓ,ચાઈલ્ડ લાઈન-૧૦૯૮,૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન,ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ આહવાના કર્મચારી,કો-ઓર્ડિનેટર,વર્લ્ડ વિઝન ઓર્ગેનાઈઝેશન સભ્યઓ,ચાઈલ્ડ વેલ્ફેર કમિટિ અને જે.જે.બી. સાથે કુલ-૯૫ જેટલા અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાબ્દિક સ્વાગત જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચિરાગ જાષીએ કર્યું હતું. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભૂપેન્દ્ર ધૂમ અને આભારવિધિ દિવ્યેશ વણકરે કરી હતી.

Next Story