Connect Gujarat
Featured

એશ્વર્યા રાય બચ્ચનના જૂના પ્રેમે અભિષેક બચ્ચનને જન્મદિવસ પર કઈક આવી રીતે વિશ કરી

એશ્વર્યા રાય બચ્ચનના જૂના પ્રેમે અભિષેક બચ્ચનને જન્મદિવસ પર કઈક આવી રીતે વિશ કરી
X

બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચનને તેના 45 મા જન્મદિવસ પર ચાહકો અને બોલિવૂડ કલિગ્સ તરફથી અભિનંદનો મળી રહ્યા છે. અભિષેકની પત્ની એશ્વર્યા રાય બચ્ચનનો જૂનો પ્રેમ વિવેક ઓબેરોય પણ એવા લોકોમાં સામેલ છે જેમણે જુનિયર બીને જન્મદિવસની શુભકામના પાઠવી અને તેને પોતાનો મિત્ર કહીને બધાને આશ્ચર્યચકિત કર્યા.

વિવેકે ટ્વિટર પર લખ્યું, 'હેપી બર્થ ડે જુનિયર બચ્ચન, “આ દિવસ આનંદ અને ઉમંગથી ભરાય. હું તમને તમારા શ્રેષ્ઠ જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું.” આ પહેલા પણ વિવેક ઘણા પ્રસંગો પર અભિષેક અને તેના પરિવારને શુભેચ્છાઓ પાઠવતો હતો. ગયા વર્ષે જ્યારે બચ્ચન પરિવારને કોરોના હતો ત્યારે વિવેકે પણ ટ્વિટ કરીને બધાની જલ્દી તબિયત સારી થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.

https://twitter.com/vivekoberoi/status/1357593243945480194

બધા જાણે જ છે કે વિવેક એક સમયે અભિષેકની પત્ની એશ્વર્યા રાય બચ્ચન સાથે રિલેશનશિપમાં હતો. બંનેએ 'ક્યુ હો ગયા ના' ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. વિવેકે 2019માં એશ્વર્યાની લવ લાઇફ વિશે મિમને શેર કરી ત્યારે તેની ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. આ મિમમાં, એશ્વર્યાના સલમાન ખાન, વિવેક અને અભિષેક સાથેના સંબંધોની મજાક ઉડાવવામાં આવી હતી અને ત્રણેય સંબંધોને ઓપિનિયન પોલ, એક્ઝિટ પોલ અને રિઝલ્ટનું લેબલ આપવામાં આવ્યું હતું.

એશ્વર્યા અને વિવેક એક બીજાને ડેટ કરી રહ્યા હતા ત્યારે પણ વિવાદો તેમને છોડતા નહોતા. વિવેકે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી અને એશ્વર્યાના પૂર્વ બોયફ્રેન્ડ સલમાન ખાન પર આરોપ લગાવ્યો હતો કે તેણે વિવેકને 41 વાર ફોન પર ધમકી આપી હતી અને એશ્વર્યાથી દૂર રહેવાની સલાહ આપી હતી. જો કે, બાદમાં વિવેકને તેની ભૂલનો અહેસાસ થયો અને તેણે ઘણી વખત સલમાનની માફી માંગી હતી પણ સલમાને તેને માફ કર્યો ન હતો. બીજી તરફ, આ વિવાદ બાદ એશ્વર્યાએ પણ વિવેક સાથેનો સંબંધ કાયમ માટે તોડી નાખ્યો હતો.

Next Story