અખંડ ભારત સંકલ્પ દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા શહેરના 51 અલગ અલગ સ્થળોએ ભગવો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો.

આજે તા. 14મી ઓગષ્ટ એટલે, અખંડ ભારત સંકલ્પ દિવસ, ત્યારે અખંડ ભારત સંકલ્પ દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જીલ્લામાં પણ વિવિધ સ્થળે અખંડ ભારત સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અને બજરંગ દળના સ્થાપક ડૉ. પ્રવીણ તોગડિયાના નેતૃત્વમાં સમગ્ર ભારતમાં અખંડ ભારત સંકલ્પ દિવસના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ત્યારે તેના ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ-ભરૂચ જીલ્લામાં પણ 51 જેટલા અલગ અલગ સ્થળોએ અખંડ ભારતના ભગવા ધ્વજ લહેરાવવા આવ્યા હતા.