/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/sddefault.jpg)
અંકલેશ્વર તાલુકાના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી આધુનિક ખેતી તરફ વળ્યા છે. ત્યારે જીતાલી ગામના ખેડુતે પાંચ એકર જમીનમાં એલોવેરાની ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવ્યું છે.
અંકલેશ્વર પંથકનાં મોટાભાગના ખેડૂતો શેરડી અને કપાસ સહિતના પાકોની ખેતી કરે છે પરંતુ જીતાલી ગામના ખેડૂત સંજય ભગતે તેમની ૧૦ એકર પૈકી ૫ એકર જમીનમાં એલોવેરાની ખેતી કરી છે.એલોવેરા ટૂંકા ગાળે વધુ ઉત્પાદન આપે છે.આ ખેતીમાં શરૂઆતમાં ખર્ચ વધુ છે પરંતુ બાદમાં નફો વધુ છે. આજના જમાનામાં એલોવેરાની માંગ વધી છે. ઘણી બધી આયુર્વીદેક દવાઓ અને કોસ્મેટીક પ્રોડક્ટમાં એલોવેરાનો ઉપયોગ થાય છે ત્યારે ઘણી મલ્ટી નેશનલ કંપની ખેડૂતો સાથે કરાર કરી તેઓનો માલ સીધો જ ખરીદી લે છે.એલોવેરાની ખેતીમાં ૨૫ ટકા ખર્ચા સામે ૭૫ ટકા નફો મળે છે ત્યારે જીતાલી ગામના પ્રગતિશીલ ખેડૂતો એલોવેરાની ખેતી કરી સફળ પ્રયોગ કર્યો છે