/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/sddefault-1.jpg)
છેલ્લા એક મહિનાથી કોંગ્રેસ સાથે છેડો ફાડયા બાદ અલ્પેશ ઠાકોર ના છૂટકે ભાજપમાં આવતીકાલે જોડાશે. પરંતુ અલ્પેશ ઠાકોરનું મંત્રી બનવાનું સપનુ ભાજપ પુરું નહીં કરે. જેથી અલ્પેશ ભાજપના સામાન્ય કાર્યકર તરીકે કામ કરવું પડશે. અલ્પેશ ઠાકોરે પણ નિર્દેશ આપ્યો હતો કે, પાર્ટી જે કામ સોંપશે તે કરવા તૈયાર છે. આમ મંત્રી બનવાના સપના જોનારો અલ્પેશ હવે માત્ર કાર્યકર બનીને રહી જશે. અલ્પેશ ઠાકોરની સાથે ગયેલા પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ કેસરિયો ખેસ ધારણ કરશે. આ સમયે ઓબીસી એકતામંચના અનેક આગેવાનો પણ ઉપસ્થિત રહેશે.
5 જુલાઈના રોજ યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા બાદ થોડીવારમાં જ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે ધારાસભ્યપદેથી રાજીનામુ આપી દીધું હતું. અનેક તર્ક વિતર્ક બાદ અંતે ભાજપના સથવારે અલ્પેશ અને ધવલસિંહ જાતિય રાજનીતિને આગળ ધપાવશે.