અમેરિકા : વિશાળ LED સ્ક્રીન પર દર્શાવાયું અયોધ્યાના રામ મંદિરનું મોડલ, વિરોધ છતાં ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર પર વિશેષ સ્થાન

New Update
અમેરિકા : વિશાળ LED સ્ક્રીન પર દર્શાવાયું અયોધ્યાના રામ મંદિરનું મોડલ, વિરોધ છતાં ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર પર વિશેષ સ્થાન

અમેરીકા ખાતે ન્યૂયોર્કના પ્રસિદ્ધ ટાઈમ્સ સ્ક્વેરના બિલબોર્ડ પર અયોધ્યાનગરીના રામ મંદિરનું મોડલ દર્શાવવામાં આવ્યું હતું. જેમાં હાઈ રિઝોલ્યુશન LED સ્ક્રીન પર ભગવાન રામની તસવીર પણ બતાવવામાં આવી હતી. જોકે અમેરિકામાં કેટલાક સંગઠનો દ્વારા કરવામાં આવતા વિરોધ વચ્ચે પણ આ કાર્યક્રમ યોજાતા ભારતીય-અમેરિકન સમાજમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી.

અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન સદીની સૌથી મોટી ઘટના છે. આજે ભારતીય-અમેરિકન સમાજ ઘણો ખુશ છે. અમેરિકન ઈન્ડિયન પબ્લિક અફેર કમિટીના અધ્યક્ષે જણાવ્યુ હતું કે, આ કાર્યક્રમના આયોજનથી અમેરિકામાં ભારતીયો કેટલા સફળ થયા છે તેવું માલુમ પડે છે. જ્યારે અમેરિકામાં કેટલાક સંગઠનો દ્વારા આ કાર્યક્રમનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો.