દિલ્હી: અમેરિકાની ફર્સ્ટ લેડીએ હેપ્પીનેસ સ્કૂલની લીધી મુલાકાત, મિલેનિયાનું વિદ્યાર્થિનીઓએ કર્યું સ્વાગત

0
103

ભારત આવેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલાનીયાએ દિલ્હીની હેપ્પીનેસ સ્કૂલની મુલાકાત લીધી હતી. દિલ્હીના નાનકપુરામાં આવેલ સર્વોદય વિદ્યાલયમાં હેપ્પીનેસ ક્લાસ ચલાવવામાં આવે છે. જેને નિહાળવા મેલેનિયા આજે સરકારી શાળામાં પહોંચ્યા હતા. શાળાની બાળાઓએ મિલેનિયાનું તિલક અને આરતી કરી સ્વાગત કર્યું હતું.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પોતાના પ્રતિનિધિમંડળ સાથે ભારત પ્રવાસે છે જેનો આજે બીજો દિવસ છે. ડોનાલ્ડ ટ્રંપ સાથે તેમના પત્ની અને અમેરિકાના પ્રથમ મહિલા મિલેનિયા ટ્રંપ પણ ભારતની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલાનીયા આજે દિલ્હીની હેપ્પીનેસ સ્કૂલની મુલાકાતે પહોંચ્યા હતા. દિલ્લી સરકાર દ્વારા સરકારી શાળામાં હેપ્પીનેસના ક્લાસ ચલાવવામાં આવી રહ્યા છે. આ સ્કૂલ દિલ્હીના નાનકપુરામાં આવેલી છે જેનું નામ સર્વોદય વિદ્યાલય છે. શાળાએ પહોંચેલ મિલેનિયા ટ્રંપનું શાળાની બાળાઓએ તિલક અને આરતી કરી સ્વાગત કર્યું હતું.

મેલાનિયા આ પ્રોગ્રામમાં એકલા પહોંચ્યા હતા. મેલાનીયાએ સરકારી શાળાના બાળકો સાથે સમય વિતાવ્યો હતો અને બાળકોના ભણતરને નિહાળ્યું હતું. કેવી રીતે કેજરીવાલ સરકારનું આ હેપ્પીનેસ બાળકોને તણાવમુક્ત રાખે છે અને શિક્ષણને ખૂબ જ રસપ્રદ રીતે રજૂ કરે છે.

દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે તેની શાળાઓમાં હેપ્પીનેસ અભ્યાસક્રમ લાગુ કર્યો છે. આ અંતર્ગત, નર્સરીથી આઠમાં ધોરણ સુધીના બાળકોને પ્રથમ પીરિયડમાં, એટલે કે લગભગ 40 મિનિટમાં હેપ્પીનેસ પર દૈનિક ધ્યાન આપવામાં આવે છે. હેપ્પીનેસ વર્ગમાં, બાળકોને યોગ અને ધ્યાન કરાવવામાં આવે છે. તેમને માહિતીપ્રદ, મનોરંજક અને નૈતિકતાની કહાનીઓ સંભળાવવામાં આવે છે.

હેપ્પીનેસ ક્લાસનો ઉદ્દેશ નર્સરીથી લઈને 8 વર્ગ સુધીના બાળકોને ભાવનાત્મક રૂપે મજબૂત બનાવવાનો છે. આ વર્ગમાં, બાળકોના સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ પર ભાર મૂકવામાં આવે છે. આ માટે, તેઓને ધ્યાન, યોગ શીખવવામાં આવે છે. હેપ્પીનેસ અભ્યાસક્રમમાં બાળકોને વાર્તાઓ દ્વારા સારી વસ્તુઓ શીખવવામાં આવે છે. અને નૈતિક શિક્ષણ તરફ ધ્યાન આપવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here