/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-87.jpg)
RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાની ચકચારી મર્ડર કેસમાં સ્પેશિયલ સી.બી.આઈ કોર્ટે સાત આરોપીઓને કસૂરવાર ઠેરવ્યા છે. ત્યારે કોર્ટ કેસમાં દોષી સાબિત થયેલા આરોપી ભાજપના પૂર્વ સાંસદ દીનું બોધા સિલંકી પણ દોષિત ઠેરવ્યા છે. દરેક દોષીતોને કોર્ટ દ્વારા ૧૧ જુલાઈના રોજ સજા સંભળાવવામાં આવશે. આ કેસમાં કેટલાય રાજકારણીઓના નામ પણ સામે આવવાની શક્યતાઓ સેવાઇ રહી છે. તથા બીજેપી પૂર્વ સાંસદ દીનું બોધાનું નામ સામે આવતા પાર્ટી દ્વારા અંતર રાખવામાં આવ્યું હતું
નવેમ્બર ૨૦૧૩ માં દીનું બોધણી ધરપકડ કરવામાં આવી હતી. સાથે સાથે શૈલેષ પંડ્યા ,ઉદાજી ઠાકોર, શિવા પંચાલ , શિવા સોલંકી ,સંજય ચૌહાણ,બહાદુર વાઢેરની પણ ધરપકડ કરવામાં આવી હતી. જો સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો અમિત જેઠવાએ ગીરમાં થતા ગેરકાયદેસર ખનન મામલે RTI સાથે સાથે PIL પણ કરી હતી. આ કેસની તાપસ સૌ પહેલા અમદાવાદની પોલીસ દ્વારા કરવામાં આવી હતી. છેલ્લે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ૨૦૧૨માં આ કેસને હાઈપ્રોફાઈલ કેસ બનાવ્યો હતો. કોર્ટ દ્વારા પણ નોંધવામાં આવ્યું કે આ સ્થાનિક પોલીસ દ્વારા કરવામા આવેલી તપાસ માં તટસ્થતા નથી. જોકે હવે જ્યારે કેસની સુનવણી થાય ત્યારે ઘણાં તથ્યો બહાર આવવાની શક્યતાઓ છે.