અમરેલી જિલ્લામાં મેઘમહેર: નદી નાળા છલકાયા

New Update
અમરેલી જિલ્લામાં મેઘમહેર: નદી નાળા છલકાયા

અમરેલી જિલ્લામાં મેઘમહેર થતા જગતનો તાત ખુશખુશાલ થઈ ગયો છે અમરેલી જિલ્લામાં મોડી રાતથી પડેલા ભારે વરસાદને કારણે સ્થાનિક નદી નાળા છલકાઈ ગયા છે.

સાવરકુંડલાના ચરખડીયાનો ચેકડેમ ઓવરફ્લો થઈને ખળખળ પાણી વહી રહ્યા છે ત્યારે અમરેલીના લીલીયામાં ત્રણ ઇંચ, લાઠીમાં અઢી ઇંચ, સાવરકુંડલા, અમરેલી બાબરા માં દોઢ ઇંચ તો ચલાલા ધારી ખાંભા પંથકના 1 ઇંચ આસપાસનો વરસાદ ખાબકી ગયો છે હાલ વરસાદે વિરામ લીધો છે પણ સ્થાનિક નદી નાળાઓમાં પાણી વહી રહ્યા છે.

Latest Stories