અંકલેશ્વરઃ શહેરનાં માર્ગો ઉપર પાલિકા દ્વારા યોજાયી રેલી, કર્યું સફાઈ અભિયાન

Update: 2018-10-02 05:19 GMT

નગર પાલિકાથી નીકળેલી રેલીને પાલિકા પ્રમુખ દક્ષાબહેન શાહે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા આજરોજ 150મી ગાંધીજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરનાં માર્ગો ઉપર નગર પાલિકા ખાતેથી રેલી યોજાયી હતી. બાદમાં આ રેલી માં શારદાભવન હોલ ખાતે સમાપ્ત થઈ હતી. રેલીમાં મોટી સંખ્યામાં પાલિકાનાં હોદ્દેદારો અને નગરજનો જોડાયા હતા.

[gallery data-size="large" td_select_gallery_slide="slide" td_gallery_title_input="150th Gandhi jayanti, Ankleshwar" ids="67393,67394,67395,67396,67397,67398,67399,67400,67401,67402"]

દેશભરમાં ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલા સ્વચ્છતા હી સેવા ના કાર્યક્રમની આજે પૂર્ણાહૂતિ થવાની છે. જેના ભાગરુપે અંકલેશ્વર નગર પાલિકા દ્વારા માર્ગો ઉપર સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું. નગર પાલિકાથી નીકળેલી રેલીને પાલિકા પ્રમુખ દક્ષાબહેન શાહે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. જે માર્ગો ઉપરથી પસાર થતાં જવાહર બાગની સામે આવેલા સિટિઝન પાર્ક ખાતે આવેલી ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર પણ અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ચીફઓફિસર પ્રશાંત પરીખ, ન.પા. પ્રમુખ દક્ષાબેન શાહ, ન.પા. ઉપપ્રમુખ નિલેશ પટેલ, ન.પા. કારોબારી ચેરમેન ચેતન ગોળવાળા, શાસકપક્ષ નેતા જનકભાઈ શાહ તેમજ સ્કૂલના વિદ્યર્થીઓ , નગરપાલિકા ના કર્મચારીઓ,સભ્યો,આગેવાનોઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News