વર્ષ 2015માં શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલનનો મામલો, જાણો શું છે સુરત PAASના કાર્યકરોની માંગ..!

Update: 2020-03-02 10:09 GMT

વર્ષ 2015માં શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલનમાં યુવાનો પર કેસ કરવામાં આવ્યા હતા. જે કેસ હજુ સુધી પરત ન ખેચાતા સુરત ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આગામી 15 દિવસમાં જો માંગ પૂરી ન થાય તો પાસ દ્વારા સમગ્ર ગુજરાતમાં રચનાત્મક કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

ગુજરાત રાજ્યમાં વર્ષ 2015માં અનામતની માંગ સાથે પાટીદાર સમાજ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારે પાટીદાર અનામત આંદોલન ઉગ્ર પણ બન્યું હતું. આ આંદોલનમાં પાટીદાર યુવાનો પર અનેક કેસ કરવામાં આવ્યા હતા. જેમાં સરકાર દ્વારા આ કેસ પરત ખેચવાની બાહેંધરી આપવામાં હતી પરંતુ આજદિન સુધી કેસ પરત ખેચવામાં ન આવતા રાજ્યભરમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું, ત્યારે સુરતમાં પણ પાસ સમિતિએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, સરકારને 15 દિવસનો સમય આપીએ છીએ અને જો આગામી 15 દિવસમાં અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો, પાસ દ્વારા સમગ્ર ગુજરાતમાં રચનાત્મક કાર્યક્રમ કરવામાં આવશે.

Similar News