મધ્ય આફ્રિકાના કેમરુનમાં ગમખ્વાર અકસ્માતમાં 53 યાત્રીઓના મોત, 21 ઇજાગ્રસ્ત

Update: 2021-01-28 04:36 GMT

મળતી માહિતી અનુસાર પશ્ચિમ કેમરુનમાં ગોઝારો અકસ્માત થયો છે. જેમાં ગેરકાયદેસર ઇંધણ લઇ જઇ રહેલી ટ્રકે બસને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં 53 લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે અન્ય 21 લોકોને ઇજા પહોંચી છે. બુધવારના રોજ સાંતચોઉ ગામની પાસે આ દૂર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે પશ્ચિમ શહરે દાશ્વાંગ અને બફોઉસ્સમ, અવા ફોંકા અને અગસ્ટિનની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

પ્રાપ્ત મળતી વિગત અનુસાર 70 બેઠકવાળી બસ પશ્ચિમી શહેર ફોઉમ્બાનથી રાજધાની યાઉંદે જઇ રહી હતી,ત્યારે આ દૂર્ઘટના ઘટી હતી. કેમરુનમાં વારંવાર રોડ અકસ્માત સર્જાતો રહેતો હોય છે. ગત વર્ષે ડિસેમ્બરમાં માકેનેન ગામમાં એક દૂર્ઘટનામાં 37 લોકોના મૃત્યું થયા છે.

Tags:    

Similar News