હાર્દિક બાદ કૃણાલ પંડ્યા પણ બન્યો કેપ્ટન, IPL 2023માં બનાવ્યો ઇતિહાસ

ગુજરાત ફ્રેન્ચાઈઝીએ હાર્દિકને 15 કરોડ રૂપિયામાં સાઈન કર્યો હતો. અને લખનઉ સુપર જાયન્ટ્સે સ્પિનર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને 8.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો

Update: 2023-05-04 06:41 GMT

ગુજરાત ફ્રેન્ચાઈઝીએ હાર્દિકને 15 કરોડ રૂપિયામાં સાઈન કર્યો હતો. અને લખનઉ સુપર જાયન્ટ્સે સ્પિનર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને 8.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને ટીમનો સબ કેપ્ટન બનાવ્યો હતો. ટીમની કમાન કે. એલ. રાહુલને સોંપવામાં આવી હતી.IPL 2023માં લખનઉ સુપર જાયન્ટ્સે 1 મેના રોજ રોયલ ચેલેન્જર્સ સામે નવમી મેચ રમી હતી. આ મેચમાં કે. એલ. રાહુલ ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ કૃણાલ પંડ્યાને કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. લખનઉ સુપર જાયન્ટ્સે 32 વર્ષીય કૃણાલની કેપ્ટનશીપમાં 3 મેના રોજ બુધવારે ચેન્નઈ સુપર કિંગ્સ સામે 10મી મેચ રમી હતી, જે વરસાદના કારણે રદ્દ થઈ હતી. આ પ્રકારે હાર્દિક અને કૃણાલની જોડી પહેલી વાર કેપ્ટનશીપ કરનાર ભાઈઓની જોડી બની ગઈ છે. 108મી IPL મેચમાં કૃણાલે પહેલી વાર કેપ્ટનશીપ રમી હતી. હાર્દિક પંડ્યાને 92મી મેચમાં કેપ્ટનશીપ મળી હતી. વર્ષ 2022ની પહેલી સીઝન સુધી હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ તરફથી મેચ રમતા હતા. મુંબઈથી અલગ થયા પછી બંને ભાઈઓની કિસ્મત બદલાઈ ગઈ છે. 

Tags:    

Similar News