MI vs GT : મુંબઈએ ગુજરાતને 27 રને હરાવ્યું, સૂર્યકુમાર પછી આકાશ મધવાલ અને ચાવલાએ કર્યો જાદુ

મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સને 27 રને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે સૂર્યકુમાર યાદવના 103 રનની મદદથી 5 વિકેટે 218 રન બનાવ્યા હતા.

Update: 2023-05-13 05:51 GMT

મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સને 27 રને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે સૂર્યકુમાર યાદવના 103 રનની મદદથી 5 વિકેટે 218 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ 8 વિકેટે 191 રન જ બનાવી શકી હતી અને મેચ હારી ગઈ હતી. ગુજરાત તરફથી રાશિદ ખાને અણનમ 79 રન બનાવ્યા હતા, પરંતુ તેને બીજા છેડે કોઈ સપોર્ટ મળ્યો નહોતો અને તે પોતાની ટીમને જીત અપાવી શક્યો ન હતો.

મેચની પ્રથમ ઈનિંગમાં મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવ ઉપરાંત રોહિત શર્માએ 29, ઈશાન કિશન 31 અને વિષ્ણુ વિનોદે 30 રન બનાવ્યા હતા. આ સાથે જ ગુજરાત તરફથી રાશિદ ખાને 4 અને મોહિત શર્માએ 1 વિકેટ ઝડપી હતી. તે સમયે ગુજરાત તરફથી રાશિદ ખાન સિવાય ડેવિડ મિલરે 41 અને વિજય શંકરે 29 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી આકાશ મધવાલે 3 વિકેટ ઝડપી હતી. પીયૂષ ચાવલા અને કુમાર કાર્તિકેયે 2-2 વિકેટ લીધી હતી.

Tags:    

Similar News