ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 364 કેસ નોંધાયા, સંક્રમિત દર્દીઓની સંખ્યા 9268 પર પહોંચી

Update: 2020-05-13 15:30 GMT

ગુજરાત રાજ્યમાં કોરોના મહામારીનો કહેર યથાવત છે.ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 364 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 29 દર્દીઓનાં મોત થયા છે. અને 316 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 9268 પર પહોંચી છે. અત્યાર સુધીમાં 566 લોકોના મોત થયા છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ આ જાણકારી આપી હતી.

રાજ્યમાં કોરોનાના 364 કેસ પૈકી અમદાવાદમાં 292, સુરતમાં 23, વડોદરામાં 18, મહેસાણામાં 8, દેવભૂમિ દ્વારકામાં 7, ભાવનગરમાં 3 અને જામનગરમાં 3 નવા કેસ પાટણમાં 2, પંચમહાલ, બનાસકાંઠા, ગીર-સોમનાથ, ખેડા, અરવલ્લી, મહીસાગર, જુનાગઢ અને અમરેલીમાં 1-1 નવા કેસ સામે આવ્યા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 29 લોકોનાં મોત થયા છે. જેમાં અમદાવાદમાં 25 , પાટણ 1 અને સુરતમાં 3 દર્દીના મોત થયા છે.રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલ કુલ 9268 કોરોના કેસમાંથી 39 દર્દી વેન્ટિલેટર પર છે અને 5101 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 3562 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 122297 ટેસ્ટ થયા. જેમાંથી 9268 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.

Tags:    

Similar News