ભરૂચમાં ગાંજાની ખેપ મારતો રિક્ષા ચાલક ઝડપાયો

Update: 2020-01-24 12:53 GMT

ગાંજાનો જથ્થો,રોકડ રૂપિયા,મોબાઈલ અને રીક્ષા મળી ૧,૨૦,૦૪૦ નો મુદ્દામાલ જપ્ત.

ભરૂચ,વડોદરા આર આર સેલ ની ટીમે બાતમીના આધારે ભરૂચના ગોલ્ડન

બ્રિજ તરફ વોચ ગોઠવી અંકલેશ્વર તરફ થી આવેલી રીક્ષાને ભરૂચ તરફ ના ગોલ્ડન બ્રિજના

છેડે રોકી તેની તલાશી લેતા ૧૨ કિલો ગાંજો મળી આવતા પોલીસે રીક્ષા ચાલાકની ધરપકડ

કરી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી.

બનાવની મળતી માહિતી અનુસાર વડોદરા ની આર આર સેલ ની ટીમ ને બાતમી મળી હતી કે અંકલેશ્વર તરફ થી ગાંજો ભરેલી રીક્ષા ભરૂચ નજીક થી પસાર થવાની છે.જે બાતમીના આધારે વડોદરા ની આર આર સેલ ની ટીમે સ્થાનિક પોલીસ ને સાથે રાખી ભરૂચ ના ગોલ્ડાન બ્રિજ ના છેડે વોચ ગોઠવી હતી.

તે દરમ્યાન અંકલેશ્વર તરફ થી આવેલી રીક્ષા નંબર જીજે ૧૬ વી ૨૮૫૯ ના ચાલાક ને રોકી તેની રીક્ષા ની તલાશી લેતા તે માંથી ૧૨ કિલો ગાંજા નો જથ્થો મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી તેની પુછપરછ કરતા તેનું નામ સલાઉદ્દીન ઉર્ફે ફારૂક ડોન હોવાનું જણાવતા પોલીસે આ ગાંજા નો જથ્થો ક્યાંથી લાવ્યો છે તેમ પૂછતાં યોગ્ય જવાબ ન આપતા પોલીસે રીક્ષા ચાલક સલાઉદ્દીન ઉર્ફે ફારૂક ડોન ની ધરપકડ કરી ૧૨ કિલો ગાંજો,એક રીક્ષા,રોકડા રૂપિયા અને મોબાઈલ મળી કુલ રૂપિયા ૧,૨૦,૦૪૦ નો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસર ની કાર્યવાહી હાથધરી છે.

Tags:    

Similar News