75 વર્ષ બાદ રમઝાન માસમાં કાશ્મીરમાં યોજાયો કુંભમેળો

Update: 2016-06-15 06:46 GMT

રમઝાનના પવિત્ર માસમાં 75 વર્ષ બાદ કાશ્મીર વેલીમાં કાશ્મીરી હિન્દુઓનો ઐતિહાસિક અને ભવ્ય મેળો યોજાયો હતો.

મંગળવારે કાશ્મીરના શાડીપોરા ખાતે કાશ્મીરી હિન્દુઓનો ધાર્મિક કુંભમેળો ગણાતો દાશર યોજાયો હતો. કેટલાક સ્થાનિક મુસ્લિમો સહિત હજારોની સંખ્યામાં કાશ્મીરી પંડિતો આ મેળામાં ઉમટી પડ્યા હતા.

આ મેળો ત્યારે યોજાયો છે જ્યારે સરકારે કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાં પાછા લાવવાની જાહેરાત કરી છે. જોકે આ જાહેરાત ચર્ચાનો વિષય બની છે. કેટલાક લોકોનું માનવું છે કે કાશ્મીરી પંડિતો માટે અલગ વિસ્તાર ફાળવવામાં આવે જ્યારે કેટલાકનું માનવુ છે કે આવો ભેદભાવ શા માટે? કાશ્મીરી પંડિતો પહેલાં જ્યાં વસતા હતા ત્યાં જ પાછા ફરી શકે છે.

અહીં મેળાની મુલાકાતે આવેલા શ્રદ્ધાળુઓમાંથી એક શ્રદ્ધાળુએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે સરકાર અલગ કોલોનીની શા માટે વાત કરી રહી છે?અમને તેની જરૂર નથી. આ મેળો 75 વર્ષ બાદ યોજાયો છે. આ દિવસો દરમિયાન મુસ્લિમોનો ઉપવાસ હોવા છતાં અહીંના મુસ્લિમો અમારી સાથે ખભેથી ખભા મિલાવી રહ્યા છે. તેમણે અમને ફુલો આપ્યા, તેમની બોટમાં અમને નદી પાર કરાવી.

Similar News