અમદાવાદ : ૩ પિસ્તોલ સાથે એક આરોપીની પોલીસે કરી ધરપકડ, ૯૧૯૨૦/- રૂપિયાનો મુદ્દામાલ કરાયો જપ્ત

Update: 2019-12-13 11:32 GMT

અમદાવાદમાં દિવસેને દિવસે ગુનાઓ વધતા જાય છે, ત્યારે ફાયરિંગની પણ ઘટનાઓ સામે આવી છે. તો આ મામલે એ.સ.ઓજી. ક્રાઈમ દ્વારા કાર્યવાહી કરાતાં ગેરકાયદેસર દેશી બનાવટના તમંચા સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર હથિયારના ગુનાઓ શોધી કાઢવા માટે અમદાવાદ એસઓજી દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જેમાં એસ.ઓ.જી.ની ટીમ દ્વારા અમદાવાદ શહેરમાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળતા અમદાવાદ શહેરમાં આવેલા ગોમતીપુર વિસ્તારમાં હાથીભાઈ ચાર રસ્તા નજીકથી અહેમદ નૂરમોહમ્મદ પઠાણ નામના આરોપીને બાપુનગર નજીકથી ધરપકડ કરવામાં આવી હતી.

અમદાવાદ એસ.ઓ.જી. પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી, ત્યારે પરમીટ વગરના અને દેશી બનાવટના તમંચા પણ મળી આવ્યા હતા. જેમાં કુલ ૯૦ હજાર રૂપિયાની કિમતના ૧૨ નંગ કારતૂસ મળી ૯૧૯૨૦/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જોકે આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવનાર છે, જે વર્ષ ૨૦૧૬માં આર્મ્સ એક્ટના ગુના હેઠળ જેલમાં સજા પણ ભોગવી ચૂક્યો છે.

Similar News