અમદાવાદ : કોરોનાના દર્દીઓ શોધવા માટે અત્યાર સુધી કરાયાં 7.64 લાખ ટેસ્ટ

Update: 2020-08-01 09:32 GMT

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વ વ્યાપી મહામારી કોરોના સામે ગુજરાતમાં જન સહયોગથી આરોગ્યલક્ષી જંગ આદરીને ‘જિતશે ગુજરાત, હારશે કોરોના’નો મંત્ર સાકાર કરવા સમગ્ર આરોગ્ય તંત્રને પ્રેરિત કર્યું છે. ત્યારે નજર કરીએ સરકારની કામગીરી પર….

ગુજરાતમાં 19 માર્ચ 2020ના કોરોનાનો પ્રથમ કેસ મળી આવ્યો ત્યારથી આરોગ્ય તંત્રને સતત ટેસ્ટીંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટથી કોરોના સંક્રમણ-નિયત્રંણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી માર્ગદર્શન આપતાં રહયાં છે. રાજ્યમાં કોરોના સંક્રમિત વ્યક્તિઓને આરોગ્ય પરીક્ષણ-ટેસ્ટિંગ દ્વારા શોધી કાઢી તેમની સમયસર ભાળ મેળવી સારવાર માટે કરેલી તાકીદને પગલે રાજ્યમાં ટેસ્ટીંગની સંખ્યા ઉત્તરોતર વધતી જાય છે. 31 જુલાઇ સુધીમાં સમગ્ર રાજ્યમાં 7,64,777 ટેસ્ટ કોરોના અંગેના કરવામાં આવ્યા છે માત્ર જુલાઇ મહિનામાં જ 3,91,114 ટેસ્ટ આરોગ્ય વિભાગે કર્યા છે.

એપ્રિલ મહિનામાં 64,007 ટેસ્ટ થયા હતા તે મે મહિનામાં વધીને 1,47,923 અને જૂનમાં 1,61,733 કોરોના ટેસ્ટ થયા છે. ૩૧ જુલાઇના રોજ ગુજરાતમાં દર 10 લાખ વ્યકતિએ રોજના ટેસ્ટીંગની સંખ્યા 410.83ની રહેવા પામી છે. જે ICMRની પર ડે પર મિલિયન ‌૧૪૦ની ગાઇડ લાઇનના લગભગ ત્રણ ગણી થવા જાય છે. ગુજરાતમાં પેશન્ટ રિકવરી રેટ અન્ય રાજ્યો કરતા ઘણો ઉંચો 73.09 ટકા છે.તેમજ મૃત્યુદર હવે ઘટીને 3.97 ટકા થઇ ગયો છે.

Similar News