ભરૂચ: બી ડિવિઝન પોલીસે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની કરી ધરપકડ, 2 બાઈક કરી કબ્જે

ભરુચ બી ડિવિઝન પોલીસ મથકના વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી બે બાઇક કબ્જે કરી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

Update: 2024-05-04 10:39 GMT

ભરુચ બી ડિવિઝન પોલીસ મથકના વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી બે બાઇક કબ્જે કરી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

ભરુચના લીમડી ચોકના વાવ ફળિયામાં રહેતા બળદેવ ગોવિંદ જાધવએ પોતાની બાઇક નંબર-જી.જે.16.એ.એન.1750 ગત તારીખ-2જી મેના રોજ પોતાના ઘરના આંગણામાં પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી 20 હજારની બાઇક ચોરી કરી ફરાર થઈ ગયા હતા બાઇક ચોરી અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.તે દરમિયાન બાતમી મળી હતી કે ચોરીની બાઇક લઈ વસંતમીલના ઢાળથી મહમંદપૂરા સર્કલ તરફ જઈ રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે મહમદપુરા સર્કલ ખાતે વોચ ગોઠવી બાતમી વાળા ઇસમને અટકાવી તેની પૂછપરછ કરતાં તેણે બાઇક લીમડી ચોક વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરતાં પોલીસે તેની વધુ પૂછતાજ કરતાં તેણે અન્ય બાઇક વર્ષતમીલની ચાલ ખાતેથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી પોલીસે લીમડી ચોકના વાવ ફળિયામાં રહેતો વિજય વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News