જુનાગઢ : કડવા પાટીદાર સમાજનું ભવ્ય સંમેલન યોજાયું, ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાને આપ્યું સમર્થન...

ગીર સોમનાથ જીલ્લાના તાલાલા પંથકમાં કડવા પાટીદારોનું ભવ્ય સંમેલન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં યોજાયું હતું.

Update: 2024-05-04 11:32 GMT

ગીર સોમનાથ જીલ્લાના તાલાલા પંથકમાં કડવા પાટીદારોનું ભવ્ય સંમેલન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં યોજાયું હતું. જેમાં હજારોની સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસનો ખરાખરીનો જંગ જામ્યો છે, ત્યારે તમામ રાજકીય પક્ષો મતદારો સહિતના સમાજોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે તાલાલા ગીર ખાતે સમસ્ત કડવા પાટીદાર સમાજનું ભવ્ય સંમેલન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની પ્રેરક ઉપસ્થિતમાં યોજાયું હતું. જેમાં મનસુખ માંડવીયાએ ભાજપના વિકાસની વાતો અને કોગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. આ તકે પાટીદારોને પોતાનો મત વેસ્ટ નહીં પણ ઇન્વેસ્ટ કરે તેવી અપીલ કરવામાં આવી હતી. પાટીદારોએ માઁ ઉમીયાનો જયકારો બોલાવી ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાને જંગી બહુમતીથી વિજયી બનાવવાના શપથ લીધા હતા. આ સંમેલનમાં જુનાગઢ ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, ગીર સોમનાથ ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠીયા, તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ, પાલીકા પ્રમુખ અમીત ઉનડકટ, અગ્રણીઓ અરવીંદ પટેલ, છગન પટેલ, પ્રકાશ પટેલ સહીત હજારોની જનમેદની ઉમટી પડી હતી.

Tags:    

Similar News