અમદાવાદ : દાણીલીમડાનો આસીસટન્ટ સબ ઇન્સપેકટર જ ચલાવતો હતો ડ્રગ્સનું રેકેટ

Update: 2020-09-13 12:12 GMT

અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં એએસઆઇ સહિત ડ્રગ્સ ડીલરોની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. તેમની પાસેથી એક કરોડ રૂપિયા ઉપરાંતની કિમંતનું એમડી ડ્રગ્સ કબજે લેવાયું છે…

શહેરમાં MD ડ્રગ્સનો વ્યાપ ખૂબ જ વધ્યો છે ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે CTM વિસ્તારમાંથી રૂ. 1 કરોડના MD ડ્રગ્સ સાથે પાંચ આરોપીની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે અગાઉ MD ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા શહેજાદ તેજાબવાલા અને કેટલાક શખસો અમદાવાદમાં કરોડો રૂપિયાના MD ડ્રગ્સની હેરાફેરી કરવાના છે, જેથી CTM વિસ્તારમાં વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન દાણી લીમડા પોલીસ સ્ટેશનના એએસઆઇ સહિત 5 આરોપીને ઝડપી લેવાયાં હતાં. અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતો પોલીસ કર્મચારી ફિરોઝને સાથે રાખી આરોપીઓ ડિલિવરી કરતા હતા. મુંબઈથી આ ડ્રગ્સ લાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે, જોકે હાલ ક્રાઈમ બ્રાન્ચે વધુ પૂછપરછ શરૂ કરી છે. ક્રાઇમ બ્રાંચે એક કરોડ રૂપિયાની કિમંતનો એમડી ડ્રગ્સનો જથ્થો કબજે લીધો છે.

Tags:    

Similar News