અમદાવાદમાં ખોલાયો ગુજરાતનો પ્રથમ ડોગ કેફે

Update: 2019-06-22 09:28 GMT

અમદાવાદ શહેરમાં ભાગદોડની જિંદગીને કારણે લોકો સ્ટ્રેસવાળી જિંદગી જીવી રહ્યા છે. ત્યારે સ્ટ્રેસમાંથી મુક્ત થવા માટે કોઈ પોતીકાપણું લાગે તે માટે શહેરમાં કુતરા સાથે રમવા માટે અને ભય દૂર કરવા માટે ગુજરાતનું પહેલું ડૉગ કેફે ખોલવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરના પશ્રીમ વિસ્તારમાં આવેલ ડાઈવ ઇન રોડ પર ફેરીડોગ નામનું ડોગ કેફે ખોલવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને યુથ મોટા પ્રમાણમાં કુતરાઓ સાથે રમવા માટે આવે છે ત્યારે જો વાત કરવામાં આવે તો આજકાલ પબ્લિક સ્ટ્રેસવાળી લાઇફ જીવી રહી છહે એમા ઓણ ખાસ કરીને ભણતા વિદ્યાર્થીઓ ખાસ ભણવા બાબતે સ્ટ્રેસ અનુભવતા હોય છે ત્યારે ડીપ્રેશન અને સ્ટ્રેસમાંથી બહાર નીકળવા માટે લોકો ડોગ કેફે પર રમવા આવતા હોય છે .

આ ડોગ કેફેમાં ૧૧ પ્રકારના અલગ અલગ ડોગ બ્રિડ રાખવામાં આવી છે જેમાં દરેક ડોગને ટ્રેઇનાર દવારા એવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે કે જેના કારણે તેમને હ્યુમન ટચ થાય તો પણ કોઈને કરડતા નથી અને તેના કારણેજ ખાસ કતી શનિ અને રવિવારે લોકોનો ત્યાં ડોગ સાથે રમવા માટે જતા હોય છે. જેમાં કલાક ના ૧૫૦ રૂપિયા રાખવામાં આવ્યા છે તથા જો કોઈ કુતરાઓની કેર બાબતની વાત કરવામાં આવે તો તેની પાછળ દર મહિને લગભગ ૨૯૦૦૦ જેટલો ખર્ચ થાય છે .

આ ડોગ કેફના મલિક પણ સ્ટાર્ટઅપ બિઝનેસ દ્વારા પ્રયત્ન હાથ ધર્યો છે કેફના માલિક એક એન્જીનીયરિંગ સ્ટુડન્ટ છે જે હમણાં સાલ એન્જીનીયરીંગ માં અભ્યાસ કરી રહ્યા છેત્યારે આ આ બાબતે વધુ જણાવતા કેફના માલિકે કહ્યું હતું કે કેફે ખોલવાનો વિચાર તેમને બેંગ્લોર અને મુંબઇથી આવ્યો હતો. જે અત્યારે લોકો માટે પણ સ્ટ્રેસથથી મુક્ત થવા માટે સારો ઓપ્શન બની રહ્યો છે.

Similar News