અમદાવાદ : ડુપ્લીકેટ લાઇસન્સના કૌભાંડનો થયો પર્દાફાશ, ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 2 શખ્સોની કરી ધરપકડ

Update: 2021-02-26 06:54 GMT

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડુપ્લીકેટ લાઇસન્સ બનાવતી ટોળકીનો પર્દાફાશ કરી 2 આરોપીની ધરપકડ કરી છે. આ ઉપરાંત પોલીસે પાનકાર્ડ, આધારકાર્ડ અને ચીપવાળા કાર્ડનો જથ્થો પણ જપ્ત કર્યો છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે, શહેરમાં કેટલાક લોકો ડુપ્લીકેટ લાઇસન્સ બનાવી વેપાર કરે છે, ત્યારે બાતમીના આધારે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ બન્ને શખ્સોએ અત્યાર સુધીમાં 39 જેટલા બનાવટી ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવ્યા છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ફતેવાડીમાં રહેતા મારુફમુલ્લાના ઘરે જઈને તેને ઝડપી પાડ્યો હતો. તો સાથે જ અન્ય શખ્સ મારુફ મુલ્લાની પુછપરછમાં પોતે ઘણા સમયથી પોતાના ઘરમાં જ બનાવટી લાયસન્સ બનાવતો હોવાનું કબૂલ કર્યું હતું. અત્યાર સુધીમાં તેણે 39 જેટલા ઈસમોને આવા બનાવટી ડ્રાઈવિંગ લાયસન્સ બનાવી આપ્યા હોવાનું પણ જણાવ્યું હતું. તેણે પોતાના ગ્રાહકો પાસેથી ટુ-વ્હિલર અને ફોર-વ્હિલરના લાયસન્સ પેટે 5 હજાર રૂપિયા જ્યારે માત્ર મોટરસાયકલ માટેના લાયસન્સ પેટે 2500 રૂપિયા વસૂલતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે બન્ને આરોપીઓ પાસેથી લાયસન્સ સિવાય પાનકાર્ડ, આધારકાર્ડ અને ચીપવાળા કાર્ડનો જથ્થો પણ જપ્ત કર્યો છે, ત્યારે હાલ તો પોલીસે આ બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી અન્ય કેટલા લોકો આ કૌભાંડમાં સંડોવાયેલા છે તે મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Tags:    

Similar News