અમદાવાદ : ચાર મહાનગરોમાં ફાયર સેફટીના સાધનો નકામા, જુઓ કોણે લગાવ્યો આરોપ

Update: 2020-10-05 12:17 GMT

રાજ્યના 4 મહાનગરો અને શહેરોમાં ફાયર સુવિધા શોભાના ગાંઠિયા સમાન હોવાનો કોંગ્રેસના પ્રદેશ પ્રવકત્તા ડો. મનીષ દોશીએ આક્ષેપ કર્યો હતો.

મનીષ દોશીએ આરોપ લગાવાતા જણાવ્યું હતું કે, 40 ફાયર સર્વિસમાં અધિકારીઓ, કર્મચારીઓ અને ફાયરમેનની 40 ટકા જેટલી ખાલી જગ્યા છે. ગુજરાતમાં તો સ્થિતિ ત્યાં સુધી વણસી છે કે, કોર્ટના આદેશનું પણ પાલન થતું નથી. છેલ્લા ઘણા સમયથી અમદાવાદ સહિત રાજ્યમાં આગના કિસ્સા વધ્યા હતા તેમ છતાં પણ શાસનાધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે અને રાજ્ય માં ફાયર સેફટી ને લઈને ચોંકાવનારી વિગતો આવી સામે ખાસ કરીને રાજ્યની વસ્તી 6 કરોડ છે પણ મહાનગરોની સ્થિતિ ખરાબ છે

170 થી વધુ નગર પાલિકા વિસ્તારમાં ફાયર બ્રિગેડની પાયાની સુવિધા નથી. સરકારની જાહેરાતો અને વચનો માત્ર કાગળ પર છે. ફાયર વિભાગના મહેકમ સહિત અન્ય વ્યવસ્થાનું કોઈ આયોજન નથી. તો અમદાવાદ શહેર માં જ કોર્પોરેશનના ડેટા મુજબ સ્થિતિ ખરાબ છે અને ફાયર વિભાગ પાસે અપૂરતો સટાફ છે અમદાવાદ ની કુલ જન સંખ્યા 80 લાખશહેર ની ભૌગોલિક વિસ્તાર અગાઉ 464 કિમિ હતો જે આજે વધી 544 કિમિ થયો છે પણ અહીં સુવિધાના નામે શૂન્ય છે.

Tags:    

Similar News