અમદાવાદ : પોલીસે લોકોને કરાવ્યુ “જનતા કરફ્યુ”નું પાલન, તો શહેરને ડિસેનિટાઈઝ કરવા સેનિટાઈઝરનો કરાયો છંટકાવ

Update: 2020-03-22 08:49 GMT

કોરોના વાયરસની માહામારીના પગલે જનતા કર્ફ્યુ પાળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને અપીલ કરી છે, ત્યારે બીજી તરફ અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા લોકોને જનતા કર્ફ્યુનું ચુસ્ત પાલન કરાવવામાં આવ્યું હતું. ઉપરાંત સમગ્ર શહેરને ડિસેનિટાઈઝ કરવા માટે મશીન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

જનતા કર્ફ્યુના પગલે અમદાવાદ શહેરના તમામ દુકાનદારોએ પોતાની દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે વહેલી તમામ બજારોમાં વેપારીઓએ સ્વયંભૂ રીતે બંધ પાડ્યો હતો. તો બીજી તરફ અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા લોકોને જનતા કર્ફ્યુનું ચુસ્ત પાલન કરાવવામાં આવ્યું હતું. જનતા કરફ્યુ હોવા છતાં ઘરની બહાર નીકળતા લોકોને પોલીસે પરત ઘરે જવા માટે જણાવ્યુ હતું.

સમગ્ર અમદાવાદ શહેરને ડિસેનિટાઈઝ કરવા માટે મશીન દ્વારા સેનિટાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યો હતો, ત્યારે શહેરના શિવ રંજની વિસ્તારમાં જનતા કરફ્યુની અમલવારીની સાથે સાથે સેનિટાઈઝરનો છંટકાવ કરાતા સ્થાનિક રહીશો ઘરમાં જ જોવા મળ્યા હતા.

Similar News