અમદાવાદ: યુવાનનું અપહરણ કરી ખંડણી માંગવાનાગુનામાં કુખ્યાત આરોપી ઝડપાયો,જુઓ કેટલા ગુનાને આપ્યો છે અંજામ

Update: 2021-04-13 06:58 GMT

અમદાવાદમાં 17 ફેબ્રુઆરીના રોજ એક યુવકનું ખંડણી માંગવાના ઇરાદે શહેરના અમરાઈવાડીની કુખ્યાત ગેંગે અપહરણ કર્યું હતું આ ઘટના બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 10 આરોપી સામે ફરિયાદ નોંધી હતી. આ તપાસ દરમ્યાન આ ગેંગના લીડર અને શહેરના માથાભારે આરોપી સંજય સોમા રબારી સહીત કુલ 5 આરોપીને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા છે.

અમદાવાદમાં 17 ફેબ્રુઆરીના રોજ એક યુવકનું ખંડણી માંગવાના ઇરાદે શહેરના અમરાઈવાડીની કુખ્યાત ગેંગે અપહરણ કર્યું હતું યુવાનના અપહરણ બાદ 1 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે યુવકને છોડાવ્યો હતો અને ત્યારે 4 આરોપીની ધરપકડ કરી હતી પણ મુખ્ય આરોપી સંજય દેસાઈ ફરાર હતો જેને પકડવા ક્રાઇમ બ્રાન્ચ પ્રયાસ કરી રહી હતી. ત્યારે એક બાતમીના આધારે ક્રાઇમ બાન્ચે આણદમાં રેડ કરી આરોપી સંજય દેસાઈને દબોચી લીધો છે.

ક્રાઈમ બ્રાન્ચની ટીમને ખોખરાના ભાઈપુરામાં રહેતા મુખ્ય આરોપી સંજય ઉર્ફે ભયલુ આણંદમાં હોવાની બાતમી મળી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે 11 એપ્રિલના રોજ આણંદના બાકરોલ ગામ ગેટ પાસે સંસ્કૃતિ બંગ્લોઝમાંથી તેને પકડી પાડ્યો હતો. આરોપીની પાસેથી પોલીસને પાંચ બંદૂક તથા 52 નંગ કારતૂસ મળીને કુલ 1.05 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

પોલીસ દ્વારા સંજય વિરુદ્ધ આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે પકડાયેલ આરોપી સંજય દેસાઈ એક કુખ્યાત ગુન્હેગાર છે તેની સામે શહેરના ખોખરા પોલીસ સ્ટેશનમાં 2013 માં 307 નો ગુન્હો દાખલ થયો હતો. આ ઉપરાંત 11 વખત પ્રોહિબિશન, 302, હથિયારધારાનો ગુનો તથા ખંડણી માગવાના ગુનામાં પકડાઈ ચૂક્યો છે.

Similar News